મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવીના રસ્તા પર ભૂસ્ખલન થતા 5 લોકોના મોત; યાત્રા રોકવામાં આવી

જમ્મુમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવીના માર્ગ પર અચાનક ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટના અર્ધકું

જમ્મુ કાશ્મીર: વૈષ્ણોદેવીના રસ્તા પર ભૂસ્ખલન થતા 5 લોકોના મોત; યાત્રા રોકવામાં આવી

જમ્મુમાં ભારે વરસાદ વચ્ચે માતા વૈષ્ણોદેવીના માર્ગ પર અચાનક ભૂસ્ખલન થયું હતું. આ દુર્ઘટના અર્ધકુંવારી પાસે બની હતી જ્યાં હજારો શ્રદ્ધાળુ દરરોજ માં વૈષ્ણોદેવીના દરબારમાં જાય છે. જોરદાર વિસ્ફોટ થતા પહાડ પરથી કાટમાળ અને મોટા પથ્થર ટ્રેક પર આવી ગયા હતા. આ ઘટનામાં 5 લોકોના મોત થયા છે જ્યારે 14થી વધુ લોકો ઘાયલ થયા છે. વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન થતા યાત્રા રોકવામાં આવી છે.

ઘાયલોને સારવાર માટે કટરા સ્થિત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ શ્રાઇન બોર્ડ અને સુરક્ષાદળોએ રાહત અને બચાવ કામ શરૂ કર્યું છે. ટ્રેક પર રહેલા શ્રદ્ધાળુઓને સુરક્ષિત સ્થળો પર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસની સાથે સાથે NDRFની ટીમ પણ એલર્ટ મોડ પર છે.

ભૂસ્ખલનની તસવીરો પણ સામે છે જેમાં ટ્રેક પર ફેલાયેલા કાટમાળ જોઇ શકાય છે. વરસાદ વચ્ચે સુરક્ષાકર્મી શ્રદ્ધાળુઓને રસ્સી અને બેરિકેડિંગની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડતા જોઇ શકાય છે. જમ્મુ શહેરના સુંજવા વિસ્તારમાં પૂરનું પાણી ફરી વળ્યું છે.

માતા વૈષ્ણો દેવી યાત્રા પર રોક

શ્રદ્ધાળુઓની સુરક્ષાને જોતા માતા વૈષ્ણો દેવી યાત્રાને અસ્થાઇ રોક લગાવી દેવામાં આવી છે. અર્ધકુંવારીથી ભવન સુધીનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે.જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ચોથા તાવી પુલ પાસેનો રસ્તો વહી ગયો હતો.

આ સમાચાર શેર કરો