મહારાષ્ટ્ર રાજકારણના મોટા સમાચાર, મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું; જાણો શું છે કારણ
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામ

મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ધનંજય મુંડેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધનંજય મુંડેને રાજીનામું આપવા કહ્યું હતું. ધનંજય મુંડે NCP અજિત પવાર જૂથના નેતા છે. બીડમાં એક સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં તેમનું નામ સામે આવ્યા બાદ તેમના પર રાજીનામાનું દબાણ વધી ગયું હતું.
ફડણવીસે મુંડેનું માંગ્યુ હતું રાજીનામું
સોમવાર રાત્રે મુખ્યમંત્રી ફડણવીસે NCPના નેતાઓ સાથે એક બેઠક કરી હતી. ફડણવીસ અજિત પવારના ઘરે ગયા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં ફડણવીસે મુંડેનું રાજીનામું માંગ્યું હતું. આ પહેલા પણ કેટલીક વખત ધનંજય મુંડે પર અલગ અલગ આરોપ લાગી ચુક્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી ધનંજય મુંડે પર આરોપ લાગ્યા હતા. વિપક્ષ સતત તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે.
કોણ છે ધનંજય મુંડે?
ધનંજય મુંડે પરલી વિધાનસભાના ધારાસભ્ય છે. ધનંજય મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી ગોપીનાથ મુંડેના ભાઇ પંડિત અન્ના મુંડેના પુત્ર છે. ધનંજય પોતાના પરિવારનો રાજકીય વારસો લઇને ચાલી રહ્યાં છે. 2014માં ધનંજય મુંડેએ પંકજા વિરૂદ્ધ ચૂંટણી લડી હતી જેમાં તે હારી ગયા હતા. તે બાદ 2019માં ફરી તે ચૂંટણી લડ્યા હતા અને આ વખતે તેમને પંકજા મુંડેને હરાવ્યા હતા.
ભાજપ યુવા મોર્ચાના અધ્યક્ષ રહી ચુક્યા છે
2019માં ધનંજય મહાવિકાસ અઘાડી સરકારમાં મંત્રી હતા. આ પહેલા તે NCPમાં રહી ચુક્યા છે. ધનંજય મુંડેનો જન્મ 15 જુલાઇ 1975માં બીડમાં થયો હતો.તે ભાજપ પાર્ટીમાં યુવા વિંગના અધ્યક્ષ રહી ચુક્યા છે, તેમના પત્નીનું નામ રાજશ્રી મુંડે અને પરિવારમાં દીકરી આદિશ્રી મુંડે છે.
ધનંજય મુંડેની રાજકીય કરિયર
ધનંજય મુંડેએ પોતાની રાજકીય કરિયરની શરૂઆત ભાજપ યુવા મોર્ચાથી શરૂ કરી હતી. તે બાદ વર્ષ 2012માં શરદ પવાર સામે NCPમાં જોડાયા હતા. ધનંજય મુંડે ભાજપના પૂર્વ સ્વર્ગીત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા અને ભાજપના નેતા પંકજા મુંડેના કઝીન ભાઇ છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ધનંજય મુંડેએ પંકજા મુંડેને પરાલી વિધાનસભામાં 30 હજાર મતથી હરાવ્યા હતા.








