સાંસદ કંગનાને થપ્પડ મારનાર CISF મહિલા કર્મીની બદલી અંગે જાણો CISFએ શું કહ્યું
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નામમાં હવે એક નવી ઓળખ જોડાઈ છે. એકટ્રેસ ભાર

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના નામમાં હવે એક નવી ઓળખ જોડાઈ છે. એકટ્રેસ ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ બની છે. તેમણે હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવી છે. ચૂંટણીમાં જીત બાદ પરંતુ શપથ પૂર્વે જ એકટ્રેસનું થપ્પડ કાંડ પર જોરશોરથી ચર્ચામાં છે. આ મામલે વધુ એક અપડેટ આવ્યું છે.
હિન્દી સિનેમાની બેબાક અભિનેત્રી કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌર સાથે તેના પતિની પણ બદલીની ચર્ચાઓએ જોર પકડયું છે.
ચંદીગઢ એરપોર્ટ પર કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે CISFએ જવાબ આપ્યો છે કે કુલવિંદર કૌર સામે તપાસ ચાલુ છે. આ અંગે હજુ બદલીની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહિલા કોન્સ્ટેબલે કંગનાને કેમ માર્યો હતો થપ્પડ?
કંગનાને થપ્પડ માર્યા બાદ મહિલાનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે થપ્પડ મારવાનું કારણ જણાવ્યું હતું. વીડિયોમાં CISF કર્મી કહેતી જોવા મળી હતી કે, "કંગનાએ MSPના વિરોધ સમયે નિવેદન આપ્યું હતું કે, ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી છે. તે સમયે મારી માતા પણ ખેડૂતો આંદોલન થકી સરકાર સામે વિરોધ કરી રહી હતી."
વાસ્તવમાં, કંગનાએ દેશના ખેડૂતોના આંદોલન પર નિશાન સાધતા કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનીઓને મચ્છરની જેમ કચડી નાખ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના?
કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતી છે. ત્યારબાદ કંગના ચંદીગઢ એરપોર્ટથી દિલ્હી જવા નીકળી હતી પરંતુ સુરક્ષા તપાસ બાદ જ તેને CISFની મહિલા કર્મચારીએ લાફો ઝીંક્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા વાયરલ થયો હતો.
આ વાયરલ વીડિયોમાં થપ્પડ માર્યા બાદ કંગના ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી. તે લેડી કોન્સ્ટેબલ સાથે દલીલ કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાન કંગનાની ટીમ બચાવ કરતી પણ જોવા મળી હતી. ચંદીગઢ એરપોર્ટ પર પોતાના પર થયેલા હુમલા બાદ અભિનેત્રી કંગના રનૌતે દિલ્હી પહોંચીને આ મામલાની ફરિયાદ CISFના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. ત્યારબાદ CISF મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવી હતી અને તપાસ ચાલી રહી છે.








