મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારી દેવાશે,' ભાજપ નેતાની ધમકી બાદ કેસી વેણુગોપાલે અમિત શાહને લખ્યો પત્ર 

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના પ્રવક્તાએ લોકસભાના વિપ

'રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારી દેવાશે,' ભાજપ નેતાની ધમકી બાદ કેસી વેણુગોપાલે અમિત શાહને લખ્યો પત્ર 

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે રવિવારે એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપના પ્રવક્તાએ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ભાજપના પ્રવક્તા અને ભૂતપૂર્વ એબીવીપી નેતા પ્રિન્ટુ મહાદેવે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જણાવી દઈએ કે, ખાનગી ચેનલમાં ડિબેટ દરમિયાન ભાજપના પ્રવક્તા મહાદેવે લદ્દાખ હિંસા અંગેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે "રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારી દેવામાં આવશે. વેણુગોપાલે કહ્યું હતું કે, "હિંસા ભડકાવવાની બેશરમી ભરી કાર્યવાહીમાં મહાદેવે ખુલ્લેઆમ ઘોષણા કરી કે, 'રાહુલ ગાંધીની છાતીમાં ગોળી મારી દેવામાં આવશે.' આ જીભ લપસી નથી કે બેદરકારીથી અતિશયોક્તિ નથી. આ વિપક્ષના નેતા અને ભારતના અગ્રણી રાજકારણીઓમાંના એકને ઇરાદાપૂર્વક  મારી નાખવાની ધમકી છે. 

https://twitter.com/kcvenugopalmp/status/1972287785592557872
 
કોંગ્રેસના મહાસચિવ અને સંગઠન પ્રભારીએ કહ્યું, "શાસક પક્ષના સત્તાવાર પ્રવક્તા દ્વારા આવા ઝેરી શબ્દ પ્રયોગો રાહુલ ગાંધીના જીવને જ જોખમમાં મૂકે છે, પરંતુ બંધારણ, કાયદાના શાસન અને દરેક નાગરિકને આપવામાં આવતી મૂળભૂત સુરક્ષા ખાતરીઓને પણ નબળી પાડે છે, વિપક્ષના નેતાની તો વાત જ છોડો. 

રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી 

કોંગ્રેસ સાંસદે કહ્યું કે રાહુલ ગાંધીની સુરક્ષા માટે જવાબદાર સીઆરપીએફે પણ તેમની સુરક્ષા અંગે અનેક પત્રો લખ્યા છે. વેણુગોપાલે કહ્યું, "આશ્ચર્યજનક રીતે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને લખાયેલો આવો જ એક પત્ર રહસ્યમય સંજોગોમાં મીડિયામાં લીક થયો હતો, જેના કારણે તેની પાછળના હેતુ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. અત્યંત નિંદનીય છે કે ભાજપના પ્રવક્તાએ ખુલ્લી જાનથી મારી નાખવાની ધમકી આપી, જે રાહુલ ગાંધી સામે હિંસાને યોગ્ય ઠેરવવા માટે ઘડવામાં આવી રહેલા મોટા ભયંકર કાવતરાની ગંધ આવે છે.

 વેણુગોપાલે કહ્યું, "હવે તમારી જવાબદારી છે કે તમે સ્પષ્ટ કરો કે તમારા પક્ષ અને સરકારનું વલણ શું છે. શું તમે ગુનાહિત ધાકધમકી, જાનથી મારી નાખવાની ધમકીઓ અને હિંસાના રાજકારણને ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છો, જે ભારતના જાહેર જીવનમાં ઝેર ઘોળી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો