મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કર્ણાટક/ હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે ધડાકાભેર ટ્રાવેલર ટેમ્પો અથડાતાં 13 લોકોનાં મોત

કર્ણાટકમાં શુક્રવારે 28 જૂનના રોજ એક ભયાનક અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છ

કર્ણાટક/ હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે ધડાકાભેર ટ્રાવેલર ટેમ્પો અથડાતાં 13 લોકોનાં મોત

કર્ણાટકમાં શુક્રવારે 28 જૂનના રોજ એક ભયાનક અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં જીવ એક બાળક સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

જ્યારે ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. તે હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. આગળ બેઠેલા લોકોના મૃતદેહ ચોંટી ગયા. ઘટનાની તસવીરો પણ સામે આવી છે, જેમાં રેસ્ક્યુ ટીમ ઘાયલ અને મૃતકોને હટાવતી જોઈ શકાય છે. આ અકસ્માતમાં પ્રવાસીને ઘણું નુકસાન થયું હતું.

ચિંચોલી માયમ્માના દર્શન કરીને લોકો પરત ફરી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો શિમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં હોલેહોન્નુર પાસેના એમ્મીહટ્ટી ગામના રહેવાસી હતા. કલબુર્ગી જિલ્લામાં ચિંચોલી માયમ્માની મુલાકાત લઈને પોતાના વતન ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા 13 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

ગામમાં શોક પ્રસરી ગયો

હાવેરીના એસપી અંશુકુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓએ ટીટી વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 13 લોકોના મોતના સમાચાર સાંભળીને એમ્મેહટ્ટી ગામના લોકો આઘાતમાં છે અને ગામમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે.

આ સમાચાર શેર કરો