મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

J-K: કુલગામ - મોદરગામ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામના મોદરગામ વિસ્તારમાં સંયુક્ત સેના અને આતંકવાદીઓ

J-K: કુલગામ - મોદરગામ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, 2 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામના મોદરગામ વિસ્તારમાં સંયુક્ત સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સેનાએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.

આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ સૈનિકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, કુલગામ ઓપરેશન દરમિયાન લાન્સ નાઈક પ્રદીપ નૈન પેરા કમાન્ડો મોદરગામ શહીદ થયા હતા અને ફ્રિસલ ઓપરેશન દરમિયાન 01 આરઆરના હવાલદાર રાજ કુમાર પણ શહીદ થયા હતા.

મળતી માહિતી મુજબ, કુલગામના મોદરગામ વિસ્તારમાં સંયુક્ત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. કુલગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્તચર માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જ્યાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ 4 આતંકીઓને ઘેરી લીધા છે. આ અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો