મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાદળોની ગાડી પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. એક

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાદળોની ગાડી પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં 9 જવાન શહીદ

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલીઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં 9 જવાન શહીદ થયા છે. એક વાહનમાં DRG જવાન સવાર હતા જેને નિશાન બનાવતા નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. 

કેવી રીતે થયો હુમલો?

સુરક્ષાદળોએ નક્સલીઓ પર હુમલો એવા સમયે કર્યો છે જ્યારે સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. બીજાપુરમાં સુરક્ષાદળોની ટીમ પોતાનું ઓપરેશન પૂર્ણ કર્યા બાદ પરત ફરતી હતી જ્યારે નક્સલીઓે તેમને નિશાન બનાવ્યા હતા. જવાનોની ટીમ કટરૂ પોલીસ સ્ટેશનના ગામ અમ્બેલી પાસે પહોંચી હતી ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં DRGના 8 જવાન અને એક ડ્રાઇવર સામેલ છે.

આ પણ વાંચો : ભારતને મળશે નવો પાડોશી દેશ! મ્યાનમારમાં 15 શહેરો પર કબજો કરી બળવાખોરોની સેના જીત તરફ

ઘાત લગાવીને બેઠા હતા નક્સલી

પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર, વાહનમાં 15થી વધુ જવાન સવાર હતા જે નક્સલ વિરોધી અભિયાનથી પરત કેમ્પમાં ફરતા હતા. નક્સલીઓએ પહેલા જ જવાનોને નિશાન બનાવવા માટે દારૂગોળાની સુરંગ પાથરી હતી જેની ચપેટમાં આવીને 7 જવાન શહીદ થઇ ગયા હતા. 

આ સમાચાર શેર કરો