મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજકારણને કોરાણે મૂકી દિલ્હીવાસીઓના સ્વાસ્થ્યનું વિચારે સરકાર; હું સહયોગ આપીશ, પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને દિલ્હીની પ્રદૂષિત હવાને તાત

રાજકારણને કોરાણે મૂકી દિલ્હીવાસીઓના સ્વાસ્થ્યનું વિચારે સરકાર; હું સહયોગ આપીશ, પ્રિયંકા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી

પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને દિલ્હીની પ્રદૂષિત હવાને તાત્કાલિક કાબુમાં લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે ધુમ્મસે રાજધાનીને ગ્રે કફનમાં ઢાંકી દીધી છે.

પ્રદૂષણે દિલ્હી પર ગ્રે પડદો નાખ્યો 

પ્રિયંકા ગાંધીએ રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી દિલ્હીની હવાની સરખામણી બિહારના વાયનાડ અને બછવાડા સાથે કરી છે. તેમણે લખ્યું કે, વાયનાડ અને બિહારના બછવાડાથી પરત દિલ્હીની હવાનો અનુભવ ચોંકાવનારો છે. પ્રદૂષણે દિલ્હી પર ગ્રે પડદો નાખ્યો હોય તેવું લાગે છે.

પ્રિયંકા ગાંધીએ વધુમાં જણાવ્યું છે કે હવે સમય આવી ગયો છે કે આપણી રાજકીય મજબૂરીઓને કોરાણે મૂકીને આપણે બધા એક થઈને આ અંગે કંઈક કરીએ. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આ ભયંકર પરિસ્થિતિને ઓછી કરવા માટે તેઓ જે પણ પગલાં લેશે તેને અમે સમર્થન અને સહયોગ આપીશું. દર વર્ષે દિલ્હીના નાગરિકો આ ઝેરી હવે શ્વાસમાં લે છે. 

દિલ્હીના નાગરિકો આ ઝેરી હવા સહન કરવા મજબૂર બન્યા 

પ્રિયંકાએ તમામ રાજકીય નેતાઓને પોતાના પક્ષથી ઉપર વિચારીને એક સાથે આવવા વિનંતી કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. કોઈપણ પગલા લેવામાં આવે ત્યારે તેને સહકાર આપવાની ખાતરી આપી છે.

તેમણે ખાસ કરીને અસ્થમાના દર્દીઓ, શાળાએ જતા બાળકો અને વૃદ્ધો માટે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, દર વર્ષે દિલ્હીના લોકોને આ ઝેરી અસર સહન કરવાની ફરજ પડે છે.

આ સમાચાર શેર કરો