'સરકાર પાસે કોઈ દિશા કે વ્યૂહરચના નથી, માત્ર ભાષણો છે' : મોંઘવારી મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર પાસે કોઈ દિશા ક

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, સરકાર પાસે કોઈ દિશા કે વ્યૂહરચના નથી. માત્ર ભાષણો કરતા આવડે છે. સવાલ એ નથી કે સરકાર શું કહી રહી છે, સવાલ એ છે કે તમારી થાળીમાં શું બાકી છે?
ઈરાન ઈઝરાયેલ- અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હાલમાં ગેસ- ક્રૂડ સંકટને પગલે સર્જાયેલી કટોકટીને આગામી સમયમાં મોટા સંકેત તરીકે રાહુલ ગાંધીએ બતાવી હતી. આ સામે લોકોને અસરકારક રીતે બહાર કાઢવા માટે કોઈ નક્કર પ્લાન ન હોવાનું રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
રાહુલ ગાંધીએ લખ્યું કે, ડોલર સામે રૂપિયાનું નબળું પડવું - 100ની નજીક પહોંચી જવું - અને ઔદ્યોગિક ઇંધણના ભાવમાં તીવ્ર વધારો - આ ફ્કત આંકડા નથી. આ આગામી સમયનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં આવનાર ફુગાવાનો સ્પષ્ટ સૂચક છે. મોદી સરકાર ગમે તેટલું આને "સામાન્ય" ગણાવવાનો પ્રયાસ કરે, વાસ્તવિકતા એ જ રહેશે.
• ઉત્પાદન અને પરિવહન ખર્ચ વધશે.
• MSMEs ને તેની અસરનો ભોગ બનવું પડશે.
• રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધશે.
• વિદેશી સંસ્થાકીય રોકાણ (FII) મૂડી ઝડપથી દેશમાંથી બહાર નીકળી જશે, જેનાથી શેરબજાર પર દબાણ વધશે.
અર્થાત દરેક પરિવારના ખિસ્સા પર આની સીધી અને ઊંડી અસર જોવા મળશે. આ ફક્ત સમયની વાત છે - ચૂંટણીઓ પૂર્ણ થયા પછી પેટ્રોલ, ડીઝલ અને LPG ના ભાવમાં પણ વધારો કરવામાં આવશે.
મોદી સરકાર પાસે કોઈ દિશા કે વ્યૂહરચના નથી - ફક્ત ભાષણ છે. સંબંધિત પ્રશ્ન એ નથી કે સરકાર શું કહી રહી છે; તેના બદલે પ્રશ્ન એ છે કે, તમારી પ્લેટમાં શું બાકી છે?







