VIDEO : 'નવા બંગાળની ક્રાંતિની આ રેલીથી શરૂઆત', મમતા સરકાર પર PM MODIના પ્રહાર
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત એક વિશાળ રેલીને સંબોધતા PM MODIએ શનિવારે મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ TMC પર આરોપ લગાવ્યો કે રાજ્યમાં ભ્રષ્ટાચાર, હિંસા અને વર્ષોના કુશાસન સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં હવે પરિવર્તનની લહેર શરૂ થઈ ગઈ છે. રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, "નવા બંગાળ માટે ક્રાંતિ" આ બ્રિગેડ રેલીથી જ શરૂ થઈ ગઈ છે અને રાજ્યની "નિર્દયી સરકાર" અને "મહાજંગલરાજ"નો અંત હવે નિશ્ચિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસની સરકાર સત્તા ગુમાવવાના ડરથી ગભરાઈ ગઈ છે કે લોકોને રેલીમાં હાજરી આપતા અટકાવવાનો પ્રયાસ કર્યો.
વડા પ્રધાને આરોપ લગાવ્યો કે રેલીને વિક્ષેપિત કરવાના પ્રયાસમાં રસ્તાઓ પર ટ્રાફિક અવરોધિત કરવામાં આવ્યો. પુલો પર અવરજવર રોકવામાં આવી પોસ્ટરો ફાડી નાંખવામાં આવ્યા. આ અવરોધો છતાં આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તેમણે નોંધ્યું કે તૃણમૂલ કોંગ્રેસે રેલીમાં હાજર રહેલા લોકોને "ચોર" કહીને અપમાનિત કર્યા હતા, જ્યારે જનતા સારી રીતે જાણે છે કે વાસ્તવિક ચોર કોણ છે.
પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે રાજ્યમાં વહેતા પરિવર્તનના પવનને હવે કોઈપણ રોકી શકશે નહીં. ભારતીય જનતા પાર્ટીને "મહિષાસુરમર્દિની" ના આશીર્વાદ મળ્યા છે. રેલીમાં ઉભરી રહેલી ભીડ તરફ ઈશારો કરતા કહ્યું કે, આ જનસેલાબ જ જણાવે છે કે, તૃણમૂલ કોંગ્રેસ સરકારના અંતની ગણતરીની શરૂઆત છે.
કોંગ્રેસ, સામ્યવાદીઓ અને ટીએમસી પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ કહ્યું કે ટીએમસી સરકારનો એક જ એજન્ડા છે. આ લોકો પોતે કામ કરતા નથી અને બીજાને કામ કરવા પણ દેતા નથી. જ્યાં સુધી તેમને એમની "કટ-મની" - મળતી નથી ત્યાં સુધી તેઓ કોઈપણ સરકારી યોજના ગામડાઓ અને ગરીબો સુધી પહોંચવા દેતા નથી. એના માટે જ TMC સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણમાં અવરોધ ઉભો કરે છે. પહેલા કોંગ્રેસ, પછી સામ્યવાદીઓ અને હવે ટીએમસી - બધા એક પછી એક સત્તામાં આવ્યા અને પોતાના ખિસ્સા ભરતા રહ્યા છે જ્યારે બંગાળમાં વિકાસ કાર્ય અટકી ગયું છે.
'ટીએમસી આ આંધીને રોકી નહીં શકે'
પીએમ મોદીએકહ્યું કે, એક સમય હતો જ્યારે બંગાળ સમગ્ર રાષ્ટ્ર માટે ગતિ નક્કી કરતું હતું. બંગાળ વેપાર ઉદ્યોગના ક્ષેત્રમાં મોખરે હતું. છતાં આજે અહીંના યુવાનો યોગ્ય રીતે ડિગ્રી મેળવી શકતા નથી, ન તો રોજગાર મેળવી શકે છે. તમારા પુત્રો અને પુત્રીઓ કામની શોધમાં અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવા મજબૂર છે. અહીંની નિર્દયી સરકાર ગમે તેટલી મહેનત કરે, પરિવર્તનના આ તોફાનને તે રોકી શકશે નહીં. ભાજપ અને NDAને મહિષાસુરમર્દિનીના આશીર્વાદ છે.
પીએમ મોદીએ કહ્યું કે, શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ઋષિ બંકિમ ચંદ્ર, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ખુદીરામ બોઝ અને ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જી જેવી મહાન વિભૂતિઓએ જે બંગાળની કલ્પના કરી હત, ભાજપ સરકાર એવા બંગાળનું નિર્માણ અને પુનરુત્થાન કરશે.

