આજે મોદી કેબિનેટની પ્રથમ બેઠક, નવા મંત્રીઓ માટે ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કરી ખાસ વ્યવસ્થા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ બેઠક સોમવાર સાંજે લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના ઘરે મળવાની શક્યતા છે. સુત્રો પાસેથી આ જ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ બેઠક સોમવાર સાંજે લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના ઘરે મળવાની શક્યતા છે. સુત્રો પાસેથી આ જાણકારી મળી છે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારની નવી કેબિનેટમાં સામેલ લોકો માટે ડિનરનું પણ આયોજન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા કાર્યકાળમાં વિકાસને નવી ગતિ આપવા માટે અનુભવી નેતાઓ અને મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 72 સભ્યોના મંત્રી પરિષદના અડધાથી વધુ મંત્રી પહેલા પણ કેન્દ્રમાં મંત્રી અને ત્રણ કે તેનાથી વધુ વખત સાંસદ રહી ચુક્યા છે. મંત્રી પરિષદમાં તમામ ક્ષેત્ર, વર્ગ અને સમાજને જગ્યા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 47 મંત્રી ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના છે.
ક્યા નેતાઓને ક્યુ મંત્રી પદ મળશે તે આજે થશે નક્કી
પીએમ મોદીના મંત્રી મંડળમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારના રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી છે. મંત્રી મંડળમાં 24 રાજ્યના સાંસદોને જગ્યા આપવામાં આવી છે. 71 સભ્યોની ટીમમાં યુવા અને અનુભવી નેતાઓનું સંતુલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોદી સરકારમાં કામ કરશે અનુભવી ચહેરા
મોદી 3.0માં 72માંથી 43 એવા મંત્રી છે જે ત્રણ કે તેનાથી વધુ વખત સાંસદ રહી ચુક્યા છે. 39 મંત્રીઓ પાસે પહેલા પણ કેન્દ્રમાં મંત્રીના રૂપમાં કામ કરવાનો અનુભવ છે. આટલું જ નહીં, મત્રીઓમાં સર્વાનંદ સોનોવાલ, મનોહરલાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ, એચડી કુમારસ્વામી અને જીતનરામ માંઝી જેવા મુખ્યમંત્રીના રૂપમાં કામ કરનારા અનુભવી ચહેરા પણ છે.








