મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'વિજય માલ્યાથી લઈને નિરવ મોદી...', EDએ જપ્ત કરેલી સંપત્તિનો સંસદમાં નાણામંત્રીએ આપ્યો હિસાબ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટો

'વિજય માલ્યાથી લઈને નિરવ મોદી...', EDએ જપ્ત કરેલી સંપત્તિનો સંસદમાં નાણામંત્રીએ આપ્યો હિસાબ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આર્થિક અપરાધીઓ પાસેથી 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ બેંકોને પરત કરવામાં આવી છે. જેમાં વિજય માલ્યાની રૂ. 14,131 કરોડ અને નીરવ મોદીની રૂ. 1,052 કરોડની સંપત્તિનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ VIDEO: અમિત શાહના બચાવમાં ઉતર્યા પીએમ મોદી, આંબેડકર વિરુદ્ધ ગણાવ્યા કોંગ્રેસના 4 'પાપ' 

નાણામંત્રીએ કહ્યું કે, EDએ પીડિત અથવા યોગ્ય દાવેદારોને રૂ. 22,280 કરોડની સંપત્તિ પાછી કરી દીધી છે. આગામી સમયમાં પણ આર્થિક ગુનેગારો સામેની લડાઈ ચાલુ રહેશે. નીરવ મોદી પાસેથી 1 કરોડ રૂપિયાની સંપત્તિ પાછી લેવામાં આવી છે
 
https://x.com/ANI/status/1869297987031347502

નીરવ મોદીની 1 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

નીરવ મોદી કેસમાં 1,052.58 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી છે. મેહુલ ચોક્સી કેસમાં 2,565.90 કરોડ રૂપિયાની જે સંપત્તિ જપ્ત કરી છે તેની હરાજી કરાશે.

ED અને બેંકોએ મળીને અન્ય હીરાના વેપારી મેહુલ ચોક્સીની સંપત્તિના વેચાણ માટે મુંબઈની એક વિશેષ અદાલતમાં અરજી કરી છે. જેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડ રૂપિયાથી વધુનું મની લોન્ડરિંગ  કરીને દેશમાંથી ભાગી ગયો હતો.
 
કોર્ટે આપી હતી મંજૂરી

વિશેષ અદાલતે EDને 2,566 કરોડ રૂપિયાની સંલગ્ન અને જપ્ત મિલકતોનું મૂલ્યાંકન અને હરાજી કરવાની અને PNB અને અન્ય ડિપોઝિટરીઝના ફિક્સ ડિપોઝિટ ખાતાઓમાં અવધિ સાથે રકમ જમા કરવાની મંજૂરી આપી છે.

નિર્મલા સીતારમને કહ્યું કે, 'ઇડીએ પીએમએલએના કાયદાકીય માળખા હેઠળ મિલકતોના કાયદેસર માલિકોને સંપત્તિ પુનઃસ્થાપિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. એકવાર તપાસ શરૂ થયા પછી યોગ્ય દાવેદારોને સંપત્તિ પરત કરવામાં આવશે. ખાસ કરીને સ્પેશિયલ કોર્ટ દ્વારા આરોપો ઘડવામાં આવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો