મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અમિત શાહના બચાવમાં ઉતર્યા પીએમ મોદી, આંબેડકર વિરુદ્ધ ગણાવ્યા કોંગ્રેસના 4 'પાપ' 

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મામલે ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં હવે પીએમ નરેન્દ

VIDEO: અમિત શાહના બચાવમાં ઉતર્યા પીએમ મોદી, આંબેડકર વિરુદ્ધ ગણાવ્યા કોંગ્રેસના 4 'પાપ' 

બાબાસાહેબ ભીમરાવ આંબેડકર મામલે ચાલી રહેલા રાજકીય ઘમાસાણમાં હવે પીએમ નરેન્દ્ર મોદી પણ મેદાનમાં આવી ગયા છે. વિપક્ષના વિરોધની વચ્ચે અમિત શાહનો બચાવ કરતાં તેમણે  કોંગ્રેસ પર પ્રહાર કરતાં ડૉ. આંબેડકર વિરુદ્ધ કરેલા કૉંગ્રેસના '4 પાપ' પણ ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે 'એક પક્ષે' ડૉ. આંબેડકરના વારસાને નષ્ટ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. તેમણે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભાષણનો વીડિયો પણ શેર કર્યો છે.

તેઓ યુક્તિ પ્રયુક્તિઓ કરી રહ્યા છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ લખ્યું, 'સંસદમાં, ગૃહમંત્રી અમિત શાહજીએ ડૉ. આંબેડકરનું અપમાન કરવા અને એસસી એસટી સમુદાયોની અવગણના કરવાના કોંગ્રેસના કાળા ઇતિહાસનો પર્દાફાશ કર્યો. તેમના દ્વારા રજૂ કરાયેલા તથ્યોથી કોંગ્રેસ ચોંકી ગયો છે. એટલા માટે તેઓ યુક્તિ પ્રયુક્તિઓ કરી રહ્યા છે. અફસોસની વાત છે પરંતુ લોકો તેમનું સત્ય જાણે છે.  

આ પણ વાંચોઃ આંબેડકર પર અમિત શાહના નિવેદન પર વિવાદ, ખડગેએ માંગ્યુ રાજીનામું

25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા

પીએમ મોદીએ કહ્યું કે, 'આપણે જે કંઈ પણ છીએ તે ડૉ.બાબાસાહેબ આંબેડકરને કારણે છીએ. અમારી સરકારે છેલ્લા એક દાયકામાં ડો. બાબાસાહેબ આંબેડકરના સપનાઓને સાકાર કરવા માટે અથાગ મહેનત કરી છે. કોઈપણ ક્ષેત્ર જોઈ લો. પછી તે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું હોય કે પછી SC/ST એક્ટને મજબૂત બનાવવાનું હોય. અમારી સરકારે સ્વચ્છ ભારત, પીએમ આવાસ યોજના, જળ જીવન મિશન, ઉજ્જવલા યોજના સહિત અનેક યોજનાઓ બનાવી છે. આ બધી યોજનાઓએ ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનું જીવન ધોરણ સુધારવામાં ખાસ પ્રયાસ કર્યો છે. 

પીએમ મોદીએ ડૉ. આંબેડકર વિરુદ્ધ કોંગ્રેસને 'પાપ' યાદ અપાવ્યું છે. તેમણે કહ્યું, 'તેઓ ચૂંટણીમાં એક વાર નહીં પરંતુ બે વાર હાર્યા હતા. પંડિત નેહરુ તેમની વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા હતા અને તેમની હારને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી રહ્યા હતા. તેમને ભારત રત્ન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમનો ફોટો સંસદમાં સન્માનીય જગ્યાએ લગાવવાની ના પાડી દીધી.

પીએમ મોદીએ કહ્યું કે, 'જો કોંગ્રેસ અને તેમના સડેલા તંત્રને લાગે છે કે, તેમના જુઠ્ઠાણા અનેક વર્ષોના ખોટા કાર્યો અને ખાસ કરીને ડૉ. આંબેડકરના અપમાનને છુપાવી શકે છે, તો તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે.' તેમણે લખ્યું, 'ભારતના લોકોએ ઘણી વખત જોયું છે કે કેવી રીતે એક વંશવાદી પક્ષે ડૉ. આંબેડકરની વિરાસતને નષ્ટ કરવા અને SC ST સમુદાયોનું અપમાન કરવાના તમામ પ્રયાસો કર્યા છે. ' 

આ સમાચાર શેર કરો