મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આંબેડકર પર અમિત શાહના નિવેદન પર વિવાદ, ખડગેએ માંગ્યુ રાજીનામું

સંસદના શિયાળુ સત્રમાં બન્ને સદનમાં બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં બંધારણ પર ચર્ચાનો પીએમ મોદીએ જવ

આંબેડકર પર અમિત શાહના નિવેદન પર વિવાદ, ખડગેએ માંગ્યુ રાજીનામું

સંસદના શિયાળુ સત્રમાં બન્ને સદનમાં બંધારણ પર ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં બંધારણ પર ચર્ચાનો પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે. 

આંબેડકર પર અમિત શાહના નિવેદન પર વિવાદ
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે, એક ફેશન બની ગઇ છે, આંબેડકર,આંબેડકર, આંબેડકર...આટલું નામ ભગવાનું લેતા તો સાત જન્મો સુધી સ્વર્ગ મળત. અમિત શાહના આ નિવેદન પર વિવાદ ઉભો થયો છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

ખડગેએ શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું,'ગૃહમંત્રીએ જે સદનમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે, તેનાથી આ ફરી એક વખત સાબિત થઇ ગયું કે 'ભાજપ-RSS તિરંગાની વિરૂદ્ધ હતા, તેમના પૂર્વજોએ અશોક ચક્રનો વિરોધ કર્યો. સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી જ ભારતના બંધારણની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ કરવા માંગે છે.' આ સાથે જ ખડગેએ આંબેડકરનું અપમાન કરવા બદલ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી.

જયરામ રમેશના અમિત શાહ પર પ્રહાર

બંધારણ પર ચર્ચા દરમિયાન રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહના ભાષણ પર કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે કહ્યું, 'કાલ આ સ્પષ્ટ થઇ ગયું કે કોણ કોનુ અપમાન કરે છે. કાલે ગૃહમંત્રીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું, તમે લોકો આંબેડકર...આંબેડકર જપતા રહો છો, તેમની જગ્યા ભગવાનનું નામ લેતા તો સારૂ થાત. આ ડૉ. આંબેડકરનું અપમાન નથી તો શું છે?

કેજરીવાલે શું કહ્યું?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક્સ પર એક વીડિયો શેર કરતા લખ્યુ, જુઓ કેવી રીતે અમિત શાહજી સંસદમાં બાબાસાહેબ આંબેડકરની મજાક ઉડાવી રહ્યાં છે. આ ભાજપને એટલો અહંકાર આવી ગયો છે કે આ કોઇને કંઇ સમજતા નથી.

ચંદ્રશેખર આઝાદે શું કહ્યું?

આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના પ્રમુખ અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું, ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીના ઐતિહાસિક યોગદાન અને સામાજિક ન્યાય માટે તેમના સંઘર્ષનું અપમાન છે. પરમ પૂજ્ય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીનું નામ લેવું કોઇ ફેશન નથી પણ સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક પરિવર્તનની તે ક્રાંતિનું પ્રતિક છે જેને કરોડો દબાયેલા અને કચડાયેલા લોકોને ન્યાય અને અધિકાર અપાવ્યા.'

આ સમાચાર શેર કરો