મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'પોતાનો ઇતિહાસ જુઓ પછી બોલો!' રાહુલ ગાંધીના 'બાલિશ વલણ' પર ભડક્યા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં તેમના વલણ અને વર્તનને બંધારણ વિરોધી ગણાવ્યું છે. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાત કરતા તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે આંગળી ચીંધવા બદલ કોંગ્રેસ પક્ષને આડે હાથ લીધો હતો.

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, "છેલ્લા કેટલાક દિવસોથી આપણે રાહુલ ગાંધીનું આચરણ અને તેમના બેવડા ધોરણો જોઈ રહ્યા છીએ. તેમની આવી બાળિશ હરકતો બંધારણના દરેક પાસા અને મૂલ્યોને નુકસાન પહોંચાડી રહી છે. હું આ સંદર્ભે કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો શેર કરવા માંગુ છું અને રાહુલ ગાંધીને કેટલાક સીધા સવાલો પૂછવા માંગુ છું."

ચૂંટણી પંચ અંગે કોંગ્રેસના વલણ પર સવાલ ઉઠાવતાં કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, "કોંગ્રેસ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઊભા કરે છે, પરંતુ આવું કરતાં પહેલાં તે પોતાના જૂના ટ્રેક રેકોર્ડ અને ઇતિહાસને ભૂલી જાય છે."

આ સમાચાર શેર કરો