"કોંગ્રેસ ઓફિસમાં છુપાયો છે આરોપી!" JNU કાંડ પર ભાજપ સાંસદ ગીતા શાક્ય લાલઘૂમ

ભાજપના મહિલા નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવાના છે તે પૂર્વે ભાજપના રાજ્યસભા સાંસદ ગીતા શાક્યએ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે.
ગીતા શાક્યએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "જે રીતે કોંગ્રેસના એક સાંસદે JNU ખાતે 11 યુવતીઓનું કથિત રીતે યૌન શોષણ કર્યું છે, તે મુદ્દે હું આ સાંસદને અને ખાસ કરીને રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે તેમનો એક ખૂબ જ અંગત મિત્ર છે, જેને તેઓ કોંગ્રેસ કાર્યાલયમાં છુપાવીને બેઠા છે."
કોંગ્રેસના નેતૃત્વ પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવતાં તેમણે ઉમેર્યું, "એક તરફ તેઓ દાવો કરે છે કે તેઓ દીકરીઓની સાથે ઉભા છે, પરંતુ બીજી તરફ પ્રિયંકા ગાંધી હોય, સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી—કોઈને એ દેખાતું નથી કે આ દીકરીઓનું કેવું શોષણ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ તાત્કાલિક એ સાંસદનું રાજીનામું માંગવું જોઈએ અને તેમને પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ."






