મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભવાનીપુર બેઠક પર મમતા દીદી હારે તેવા એંધાણ, કાઉન્ટિંગ દરમિયાન શુભેન્દુ અધિકારી આગળ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હોટ સીટ ભવાનીપુરમાં મમતા બેનરજીને મોટો ઝટકો લાગી શકે છે. આ બેઠક પર ભાજપ

ભવાનીપુર બેઠક પર મમતા દીદી હારે તેવા એંધાણ, કાઉન્ટિંગ દરમિયાન શુભેન્દુ અધિકારી આગળ
આ સમાચાર સાંભળો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હોટ સીટ ભવાનીપુરમાં મમતા બેનરજીને મોટો ઝટકો લાગી શકે છે. આ બેઠક પર ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી મમતા બેનરજીથી 554 મતો આગળ ચાલી રહ્યા છે. શુભેન્દુ અધિકારી આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડ્યા છે, જેમાંથી તેમણે નંદીગ્રામ બેઠક પરથી જીત મેળવી લીધી છે.

મમતાનું ટેન્શન વધ્યું

આ પહેલા ભવાનીપુર બેઠક પર ભારે હોબાળો થતા 13માં રાઉન્ડથી કાઉન્ટિંગ અટકાવી દેવાયું હતું. આ દરમિયાન મમતા બેનરજી 2929 મતોથી આગળ હતા, ત્યારપછી ફરી કાઉન્ટિંગ શરૂ થતા શુભેન્દુ અધિકારી આગળ નીકળી ગયા છે. ભવાનીપુરમાં કાઉન્ટિંગ સેન્ટર પર મમતા બેનરજી અને શુભેન્દુ બંને હાજર છે.

ભાજપે એજન્ટોને બહાર કાઢ્યા હોવાનો આક્ષેપ

હોબાળા બાદ ભાજપે આક્ષેપ કર્યો હતો કે, મમતા બેનરજી મોબાઈલ લઈને કાઉન્ટિંગ સેન્ટરમાં પ્રવેશ્યા હતા અને તેમની પાસે ચૂંટણી કાર્ડ પણ ન હતું. અન્ય પક્ષોના એજન્ટોએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના એજન્ટોએ તેમને બહાર કાઢી નાખ્યા હતા. મમતા બેનરજીએ પણ કહ્યું હતું કે, ટીએમસીના અનેક એજન્ટોને કાઉન્ટિંગ સેન્ટરમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા હતા. 

નંદીગ્રામ બેઠક પરથી પણ શુભેન્દુ અધિકારની જીત

ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ અધિકારી બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા છે. તેમણે નંદીગ્રામ બેઠક પર 10200 મતોથી ચૂંટણી જીતી લીધી છે. નંદીગ્રામના BJP ઉમેદવાર શુભેન્દુને 1,27,301 મતો, તો TMCના ઉમેદવાર પવિત્ર કરને 1,17,636 મતો મળ્યા છે, એટલે કે શુભેન્દુને આ બેઠક પર જોરદાર ટક્કરનો સામનો કરવો પડ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય

ઉલ્લેખની છે કે, બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તાધારી ટીએમસીનો સફાયો કરી દીધો છે. બંગાળમાં 15 વર્ષથી સત્તા સંભાળી રહેલા મમતા બેનરજીની વિદાય થઈ ગઈ છે. વલણો મુજબ બંગાળની કુલ 293 બેઠકોમાંથી ભાજપે 200 બેઠકો જીતી લીધી છે, તો ટીએમસીએ 85-90 બેઠક સુધી પહોંચી શકી છે. 

આ સમાચાર શેર કરો