જમ્મુ કાશ્મીર અખનૂર સેક્ટરના લાલેલીમાં વિસ્ફોટ, 2 જવાન શહીદ
મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક થયેલા IED વિસ્ફોટમાં ત્રણ સેનાના જવાનો ગં

મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક થયેલા IED વિસ્ફોટમાં ત્રણ સેનાના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં LoC નજીક IED વિસ્ફોટમાં બે સેનાના જવાન શહીદ થયા હતા જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિસ્ફોટ બાદ, ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બેના મોત થયા હતા, જ્યારે એકની સારવાર ચાલી રહી છે. માર્યા ગયેલાઓમાં એક સેના અધિકારીનો પણ સમાવેશ થાય છે.
ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટ કરીને જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરના લાલેલી ખાતે વાડ પર પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ વિસ્ફોટ થયો હોવાની જાણ થઈ છે, જેમાં બે લોકો માર્યા ગયા છે. અમારા સૈનિકોએ વિસ્તારને કબજે કરી લીધો છે અને શોધખોળ કામગીરી ચાલુ છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સ બે બહાદુર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે અને શ્રદ્ધાંજલિ આપે છે.
સેનાએ જણાવ્યું હતું કે અખનૂર સેક્ટરના લાલેલીમાં વાડ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ, વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ પાકિસ્તાને એક કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું હતું. સોમવારે કેરી સેક્ટરમાં ભારતીય સેનાના પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યા બાદ હવે નૌશેરા સેક્ટરમાં સ્નાઈપર હુમલો કરવામાં આવ્યો છે. આમાં પેટ્રોલિંગ ટીમનો એક સૈનિક ગોળી વાગવાથી ઘાયલ થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.








