ED એ ગૂગલ અને મેટાને પાઠવ્યું સમન્સ, સટ્ટાબાજીની એપ્સ મુદ્દે લાગ્યો આ આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે ટેક જાયન્ટ્સ GooGle અને મેટા (facebook) ને સમન્સ જારી કર્યા. EDએ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ મામલે ધરેલી તપાસ અંતર્ગત આ કાર્યવાહી કરી છે. ED એ બંને કંપનીઓને 21 જુલાઈના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.
એપ્સના પ્રસાર અને પ્રમોશન માટે પ્લેટફોર્મ પૂરા પાડ્યા
EDનું માનવું છે કે GooGle અને Meta એ ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સના પ્રસાર અને પ્રમોશન માટે પ્લેટફોર્મ પૂરા પાડ્યા હતા. હાલમાં મની લોન્ડરિંગ અને હવાલા લેવડદેવડ જેવા ગંભીર આર્થિક ગુનાઓના કેસોમાં તપાસ હેઠળ છે. આ બંને દિગ્ગજ કંપનીઓ પર સટ્ટાબાજી એપ્સસાથે સંકળાયેલી વેબસાઇટ્સને મુખ્ય જાહેરાત સ્લોટ આપવાનો આરોપ છે. જેના લીધે તેનું બ્રાન્ડિંગ થતા તેની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી. અને ગેરકાયદેસર રીતે સમગ્ર દેશમાં આ ઓપરેશન ફેલાઈ ગયું.
ગેરકાયદેસર જુગાર ચલાવવામાં આવી રહ્યો હતો
ED ની અત્યાર સુધીની તપાસ મુજબ, આ સટ્ટાબાજીની એપ્સ પોતાને ' સ્કિલ બેઝ્ડ ગેમિંગ પ્લેટફોર્મ' બતાવી ગેરકાયદેસર જુગાર ચલાવવામાં આવી રહ્યો હતો. આ પ્લેટફોર્મ કરોડોનું કાળું નાણું કમાઈ રહ્યા હતા. આ બ્લેક નાણું હવાલા થકી વિદેશ જતું હતું.
29 સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સામે કેસ નોંધ્યો
ED એ હાલમાં જ 29 સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સામે કેસ નોંધ્યો છે. આમાં પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી અને વિજય દેવરકોંડા જેવા પ્રખ્યાત કલાકારોનો સમાવેશ થાય છે. તેમની ઉપર એવો આરોપ છે કે તેઓએ આ એપ્સનો પ્રચાર કરીને મોટી રકમની કમાણી કરી હતી. મહાદેવ એપ કૌભાંડ 6,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. આમાં બોલિવૂડની ઘણી હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી છે. EDનો દાવો છે કે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આ એપના પ્રમોટર્સ પાસેથી 500 કરોડની રકમ મળી હતી.
ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન
બીજો મોટો કેસ ફેરપ્લે IPL બેટિંગ એપનો છે, જે IPL મેચોનું ગેરકાયદેસર સ્ટ્રીમિંગ કરી ઓનલાઈન સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી હતી. આનાથી સત્તાવાર પ્રસારણકર્તા Viacom18 ને ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું. આ કેસમાં ઘણી ભારતીય હસ્તીઓને પણ આરોપી બનાવવામાં આવી છે.

