Teach News: ક્રિપ્ટો યૂઝર્સ સાવચેત! Google Play Store પર ઉપલબ્ધ આ એપ્સ ચોરી શકે છે તમારું વૉલેટ

Google Play Store પર ઉપલબ્ધ એપ્સને સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. ઘણી નકલી એપ્લીકેશનો મળી આવે છે પરંતુ તે પ્લે સ્ટોર પર હોતી નથી. પરંતુ હાલમાં એક ચોંકાવનારી રિપોર્ટ સામે આવી છે. સાયબર સુરક્ષા કંપની Cyble Research and Intelligence Labs (CRIL)ના મતે, Google Play Store પર 20થી વધુ જોખમી ક્રિપ્ટોકરન્સી વૉલેટ એપ્સ મળી આવ્યા છે, જે યૂઝર્સની મહત્ત્વપૂર્ણ માહિતી ચોરીને તેમને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
કેમ ખતરનાક છે આ એપ્સ?
આ નકલી એપ્સનો મુખ્ય ઉદ્દેશ યૂઝર્સથી તેમનો 12 શબ્દોનો વૉલેટ રિકવરી ફ્રેઝ (recovery phrase) ચોરી કરવાનો છે. આ ફ્રેઝ કોઈપણ ક્રિપ્ટો વૉલેટને ફરીથી ઍક્સેસ કરવા અથવા રિસ્ટોર કરવા માટે જરૂરી હોય છે. એકવાર યૂઝર આ માહિતી આપી દે, તો હેકર્સ તેના વૉલેટ પર પૂર્ણ કંટ્રોલ મેળવી શકે છે અને તેમાંની બધી ડિજિટલ સંપત્તિ ચોરી કરી શકે છે.
આ એપ્લીકેશનો કેવી રીતે કામ કરે છે?
આ એપ્સ જૂના વેલિડ ડેવલપર એકાઉન્ટ્સ દ્વારા અપલોડ કરવામાં આવે છે, જે પહેલાં ગેમિંગ અથવા વીડિયો એપ્સ બનાવી ચૂક્યા છે અને જેના પર યૂઝર્સને ભરોસો હોય છે. આ એપ્સમાં નકલી વેબસાઈટ્સના લિંક્સ છુપાયેલા હોય છે, પેકેજ નામ અને ડિઝાઈન ઓરિજિનલ એપ્સ જેવી હોય છે, જેથી લોકો સરળતાથી છેતરાઈ જાય છે. આ એપ્સ SushiSwap, PancakeSwap, Hyperliquid અને Raydium જેવા લોકપ્રિય DeFi વૉલેટ યૂઝર્સને નિશાન બનાવે છે. નકલી એપ્લીકેશનની સૂચિ નીચે ટેબલના ફોર્મેટમાં આપી છે. જો તમારા ડિવાઈસમાં આમાંથી કોઈપણ એપ્લીકેશન હોય તો તેને તાત્કાલિક ડિલીટ કરો.
|
એપ્લીકેશનનું નામ પેકેજનું નામ Suiet Wallet co.median.android.ljqjry SushiSwap co.median.android.pkezyz Raydium co.median.android.epwzyq Hyperliquid co.median.android.epbdbn BullX Crypto co.median.android.braqdy Pancake Swap co.median.android.djrdyk OpenOcean Exchange co.median.android.ozjjkx Raydium co.median.android.pkzylr Hyperliquid co.median.android.djerqq Suiet Wallet co.median.android.noxmdz Suiet Wallet co.median.android.epeall SushiSwap co.median.android.brlljb Meteora Exchange co.median.android.kbxqaj BullX Crypto co.median.android.ozjwka Suiet Wallet co.median.android.mpeaaw Hyperliquid co.median.android.aaxblp Raydium co.median.android.yakmje Hyperliquid co.median.android.jroylx Pancake Swap co.median.android.pkmxaj Harvest Finance blog co.median.android.ljmeob Hyperliquid co.median.android.epbdbn (repeat) Raydium co.median.android.epwzyq (repeat) યૂઝર્સે શું કરવું જોઈએ?
કેવી રીતે ડિલીટ કરવું?
જો એપ ડિવાઈસ એડમિન ઍક્સેસને કારણે ડિલીટ ન થાય-
|
|---|

