પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્રની EDએ કરી ધરપકડ, પરિવારમાં ખળભળાટ!

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈ

પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્રની EDએ કરી ધરપકડ, પરિવારમાં ખળભળાટ!
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ છત્તીસગઢમાં થયેલા કથિત બહુકરોડી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કરવામાં આવી છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચાવી દીધો છે. જોગાનુજોગ આજે ચૈતન્ય બઘેલનો જન્મદિવસ પણ છે.      ચૈતન્ય બઘેલની ધરપકડ
જુલાઈ 18, 2025ના રોજ, EDએ ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને ચૈતન્ય બઘેલની ધરપકડ કરી. આ કાર્યવાહી કથિત રીતે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી હતી, અને તે નવા પુરાવાઓના આધારે હાથ ધરવામાં આવી હતી. EDનો આરોપ છે કે ચૈતન્ય બઘેલ આ કૌભાંડના ગેરકાયદેસર નાણાંના "લાભાર્થી" હતા   છત્તીસગઢ દારૂ કૌભાંડ: શું છે આ કેસ?   કથિત દારૂ કૌભાંડ 2019થી 2022 દરમિયાન થયું હોવાનું માનવામાં આવે છે, જ્યારે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની આગેવાની હેઠળ કોંગ્રેસ સરકાર સત્તામાં હતી. EDના જણાવ્યા મુજબ, આ કૌભાંડને કારણે રાજ્યના ખજાનાને 2,161 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું, અને આ ગેરકાયદેસર નાણાં દારૂના વેપાર સાથે સંકળાયેલા એક સિન્ડિકેટના હાથમાં ગયા હતા.

7 જુલાઈના રોજ, આર્થિક ગુના શાખા (EOW) એ દારૂ કૌભાંડમાં ચોથી પૂરક ચાર્જશીટ દાખલ કરી, જેમાં કૌભાંડની અંદાજિત રકમ 2,161 કરોડ રૂપિયાથી વધારીને 3,200 કરોડ રૂપિયા કરવામાં આવી. આ ચાર્જશીટ 30 જૂનના રોજ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ અગાઉ દાખલ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં 29 એક્સાઇઝ અધિકારીઓ (જિલ્લા અધિકારીઓ, સહાયક કમિશનર, ડેપ્યુટી કમિશનર) ને આરોપી બનાવવામાં આવ્યા છે, જેમાં કેટલાક નિવૃત્ત અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત