છત્તીસગઢ: પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળી વખતે EDની ટીમ પર હુમલો

છત્તીસગઢના ભિલાઈ શહેરમાં EDની ટીમ પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરેમાંથી અધિકારીઓ બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન તેમના સમર્થકો વિરોધ કરતા જોવા મળ્યા હતા. અને જ્યારે દરોડા પછી ટીમ બહાર આવી રહી હતી ત્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો.
ED સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સીએ આ કેસમાં FIR પણ દાખલ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ED ટીમ પર ઇંટો અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો.
ચૈતન્ય બઘેલ સાથે સંબંધિત કેસમાં EDએ દરોડા પાડ્યા
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ED વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ED વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. EDની ટીમ આજ સવારે ભુપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઠેકાણા પર શરાબ કૌંભાડ સંબંધિત કેસમાં દરોડા પાડી રહી હતી, જ્યારે મોટી માત્રામાં કેસ મળી આવી હોવાનું માહિતી સામે આવી છે.
EDના અધિકારીઓની કાર રોકવાની કોશિશ કરવામાં આવી
બઘેલના નિવાસથી સામે આવેલા વીડિયો જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ભૂપેશ બઘેલના સમર્થકો EDના અધિકારીઓની કારને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક બાજુથી કાર પર પથ્થર ફેકવામાં આવ્યો હતો, પરંતુ વાહનને કોઈ નુકસાન થયું નથી તેમજ અધિકારીને પણ કોઈ ઈજા પહોંચી નથી. જો કે, આ હુમલામાં કોઈને ઈજા પહોંચી છે કે નહીં તે વિશે હજુ કોઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ ભૂપેશ બઘેલના સમર્થકો કારને રોકતા જોવા મળી રહ્યા છે, જે પછી ત્યા તહેનાત સુરક્ષાકર્મીઓને તેમને હટાવ્યા હતા.

