મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીઓ વધી, EDએ 466 કરોડની કથિત ગેરરીતિ મામલે ફટકારી નોટિસ

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. KIIFB અને ટોચના અધિકારીઓ સામે FEMA ઉલ્લંઘન નોટ

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીઓ વધી, EDએ 466 કરોડની કથિત ગેરરીતિ મામલે ફટકારી નોટિસ

કેરળના CM પિનરાઈ વિજયનની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. KIIFB અને ટોચના અધિકારીઓ સામે FEMA ઉલ્લંઘન નોટિસ જારી કરવામાં આવી છે. આ અંગે 466 કરોડની રકમની ગરબડી અંગે સવાલો ઉઠ્યા છે. જણાવી દઈએ કે CM પિનરાઈ વિજયન KIIFBના ચેરમેન છે.

સમગ્ર મામલો શું છે?
૧૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ EDએ કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) અને તેના ટોચના અધિકારીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ જારી કરી હતી. આ નોટિસ આશરે ₹466.91 કરોડના કથિત ગેરરીતિ સાથે સંકળાયેલી છે.

નોટિસ કોને મળી?

કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB)
કે.એમ. અબ્રાહમ (CEO, KIIFB)
પિનરાઈ વિજયન (ચેરમેન, KIIFB)
ટી.એમ. થોમસ ઇસાક (વાઇસ ચેરમેન, KIIFB)

મળતી માહિતી મુજબ KIIFB એ લંડન અને સિંગાપોર સ્ટોક એક્સચેન્જ પર મસાલા બોન્ડ જારી કરીને ₹2672.80 કરોડ એકત્ર કર્યા. આ રકમ ECB (એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગ) હેઠળ એકત્ર કરવામાં આવી હતી. ED નો આરોપ છે કે આ ભંડોળમાંથી ₹466.91 કરોડ જમીન ખરીદી પાછળ ખર્ચવામાં આવ્યા હતા. જોકે, RBI ના નિયમો અનુસાર, મસાલા બોન્ડ દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ જમીન ખરીદી માટે કરી શકાતો નથી. આ ઉપયોગ RBI માસ્ટર ડાયરેક્શન 2016, પરિપત્ર 2015 અને 1 જૂન, 2018 ના નિર્દેશોનું સીધું ઉલ્લંઘન માનવામાં આવે છે.

ફરિયાદ ક્યારે દાખલ કરવામાં આવી હતી?

ED એ 27 જૂન, 2025 ના રોજ FEMA હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આ બાબતની નોંધ લીધા પછી નિર્ણાયક સત્તાવાળાએ 12 નવેમ્બરના રોજ નોટિસ જારી કરી હતી.

આ સમાચાર શેર કરો