'તમારા આરોપ પાયા વિહોણા અને નિરાધાર', ચૂંટણી પંચે કોંગ્રેસને આપ્યો જવાબ
હરિયાણામાં મતગણતરી વચ્ચે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચ પર મોટો

હરિયાણામાં મતગણતરી વચ્ચે કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો હતો. જયરામ રમેશે કહ્યું હતું કે મતગણતરીના આંકડા અપડેટ કરવામાં આવતા નથી. હવે ચૂંટણી પંચે કોંગ્રેસને જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે તમારા આરોપ પાયા વિહોણા અને નિરાધાર છે.
શું હતી ઘટના?
હરિયાણામાં મતગણતરી દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચની વેબસાઇટ પર મતગણતરી ધીમી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું હતું, "અમે મેમોરેન્ડમ સબમિટ કરીને ફરિયાદ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે ECI અમારા પ્રશ્નોના જવાબ આપે કારણ કે 11-12 રાઉન્ડના પરિણામો આવી ગયા છે પરંતુ જે અપડેટ કરવામાં આવ્યું છે તેમાં માત્ર 4થી 5 રાઉન્ડના પરિણામ જ બતાવવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પણ આવું થયું હતું... અમે આશા રાખીએ છીએ કે ECI જે બંધારણીય સંસ્થા છે, એક નિષ્પક્ષ સંસ્થા છે, તેણે વહીવટીતંત્ર પર દબાણ ન લાવવું જોઈએ... નિરાશ થવાની કોઈ જરૂર નથી. આ બધી 'માઇન્ડ ગેમ' છે... અમને જનાદેશ મળવાનો છે, કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે."
બીજી તરફ કોંગ્રેસના નેતા પવન ખેડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. પવન ખેડાએ કહ્યું કે, આવું પ્રથમ વખત થઇ રહ્યુ છે કે ચેનલ પોતાના રિપોર્ટરના આંકડા નહીં પણ ચૂંટણી પંચના આંકડા બતાવી રહ્યાં છે અને ચૂંટણી પંચના આંકડા 4 કે 5માં રાઉન્ડના છે જ્યારે અમારા કંટ્રોલ રૂમમાં 11/12 રાઉન્ડના આંકડા આવી ગયા છે. 4 રાઉન્ડ બાદ વિનેશ ફોગાટને પાછળ બતાવવામાં આવી પરંતુ 9 રાઉન્ડ બાદ તે 5200 મતથી આગળ છે. આંકડામાં આ અંતરને લઇને અમારા મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી ચૂંટણી પંચને પૂછ્યું કે સ્થાનિક તંત્ર પર દબાણ બનાવવાનો આ શું પ્રયાસ છે? અમે ચૂંટણી પંચને તરત કાર્યવાહી કરવા અને શરૂઆતના ટ્રેન્ડને અપડેટ કરવાની માંગ કરી રહ્યાં છીએ."








