મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસની નિષ્ફળતા: 10 વર્ષમાં 62 વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન, રાહુલ ગાંધી માટે આગળની રાહ મુશ્કેલ!

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ઝારખંડમાં ઈન્ડિયા બ્લોકની જીત થઈ

કોંગ્રેસની નિષ્ફળતા: 10 વર્ષમાં 62 વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન, રાહુલ ગાંધી માટે આગળની રાહ મુશ્કેલ!

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ઝારખંડમાં ઈન્ડિયા બ્લોકની જીત થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ સાથે હવે કોંગ્રેસ પર સવાલો ઉઠી રહ્યા છે. 2014 થી 2024ની વચ્ચે કોંગ્રેસ 62માંથી 47 વિધાનસભા ચૂંટણી હારી છે.

 કોંગ્રેસ 62માંથી 47 વિધાનસભા ચૂંટણી હારી

2011માં છેલ્લી વખત કોંગ્રેસ પોતાની સરકારને બચાવીને આસામમાં સત્તામાં પાછી આવી હતી. જ્યારે રાજ્યોમાં સત્તા પર હતી, ત્યારે કોંગ્રેસે 40 વખત વિધાનસભા ચૂંટણીનો સામનો કર્યો હતો અને તેમાંથી માત્ર 7 જ જીતી શકી હતી. લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ ત્રણેય જગ્યાએ ભાજપ સાથે સીધી સ્પર્ધામાં હારી ગઈ હતી, જ્યારે બે જગ્યાએ કોંગ્રેસ સત્તામાં હતી. તાજેતરના સમયમાં માત્ર હિમાચલ અને કર્ણાટકમાં જ કોંગ્રેસ ભાજપ સાથે સીધી સ્પર્ધામાં જીતવામાં સફળ રહી છે.

કોંગ્રેસનો ઓવર કોન્ફિડન્સ તેને ડૂબાડી રહ્યો છે

હવે કોંગ્રેસના જ સાથી પક્ષો કહેવા લાગ્યા છે કે કોંગ્રેસનો ઓવર કોન્ફિડન્સ તેને ડૂબાડી રહ્યો છે. આજે શરદ પવાર INDIA ગઠબંધનમાં કૉંગ્રેસ સાથે હોય, પરંતુ એક સમયે તેઓ પોતે કૉંગ્રેસની સરખામણી જમીનદારી વિચારધારા ધરાવતા વ્યક્તિ સાથે કરતા હતા, જેમની હવેલીઓ અને મિલકતો ટકી શકતા નથી, પણ તેમનો ઘમંડ ઓછો થતો નથી. શું આ જ કારણ છે કે દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસને દાયકાઓથી પોતાના દમ પર મુખ્યમંત્રી નથી?

આ પણ વાંચો: VIDEO: હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાંખ્યું છેઃ ફડણવીસનો હુંકાર

 આ રાજ્યોમાં કોંગ્રેસનો પોતાનો મુખ્યમંત્રી જ નથી

વર્ષ 2000માં ઝારખંડ અલગ રાજ્ય બન્યું અને 24 વર્ષમાં કોંગ્રેસ પાસે ક્યારેય પોતાના દમ પર મુખ્યમંત્રી નથી. કોંગ્રેસ ગઠબંધનમાં છે.
- તમિલનાડુ એવું રાજ્ય છે જ્યાં 57 વર્ષથી કોંગ્રેસ એકલા હાથે સરકાર નથી આવી.
- ગઠબંધન પર આધાર રાખીને 35 વર્ષથી કોંગ્રેસ પાસે ઉત્તર પ્રદેશમાં પોતાનો મુખ્યમંત્રી નથી.
- બિહારમાં પણ 34 વર્ષથી કોંગ્રેસ પાસે પોતાનો મુખ્યમંત્રી નથી. ગઠબંધન પર ભરોસો છે, જો કે બિહાર એક એવું રાજ્ય છે જ્યાં ભાજપ પાસે અત્યાર સુધી એક પણ મુખ્યમંત્રી નથી.
- કોંગ્રેસ 29 વર્ષથી ગુજરાતમાં ન તો સત્તા પર આવી કે ન તો પોતાના દમ પર મુખ્યમંત્રી બનાવી શકી.
- કોંગ્રેસની ઓડિશામાં 24 વર્ષથી સરકાર નથી, જે એક સમયે મુખ્ય વિપક્ષ હતી તે હવે ત્રીજા સ્થાને આવી ગઈ છે, જ્યારે અહીં ભાજપ પાસે હવે સંપૂર્ણ બહુમતી સાથે સરકાર છે.

પાંચ રાજ્યો એવા છે - નાગાલેન્ડ, જમ્મુ કાશ્મીર, ગોવા, દિલ્હી, આંધ્રપ્રદેશ, જ્યાં 10 થી 20 વર્ષ થયા છે, કોંગ્રેસ પાસે પોતાના મુખ્યમંત્રી નથી.

પરિણામ અનપેક્ષિત...પૃથ્થકરણ કરશે

મહારાષ્ટ્રના પરિણામો બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, પરિણામો અણધાર્યા છે અને અમે તેનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. હરિયાણામાં હાર બાદ પણ રાહુલે આવી જ એક ટ્વીટ કરી હતી, પરંતુ વિશ્લેષણમાંથી શું બહાર આવ્યું તે હજુ સામે આવ્યું નથી. જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં જીતી ગઈ હોત તો તે ઓક્સિજન સમાન હોત, કારણ કે હરિયાણામાં હારને કારણે તે ભારે નિરાશામાં હતી. મહારાષ્ટ્રમાં મળેલી હારને કારણે કોંગ્રેસનું સંકટ ખતમ થવાને બદલે ગાઢ બન્યું છે.

કોંગ્રેસની હારનો ગ્રાફ સતત વધી રહ્યો છે

દેશમાં એવા રાજ્યોની સંખ્યા વધી રહી છે, જ્યાં કોંગ્રેસ ફરીથી પોતાની સરકાર બનાવી શકી નથી. સાથી પક્ષોનો ભરોસો હોવા છતાં હરિયાણાનું પરિણામ ધારેલું ના આવ્યું. સાથી પક્ષોએ તો બળેલી જલેબી (કોંગ્રેસ) પર મીઠું છાંટવાનું શરૂ કર્યું. સાથી પક્ષો ટોણા અને સલાહ આપવા લાગ્યા. કોંગ્રેસનો તિરસ્કાર અને ઠેંગા બતાવવાનું શરૂ કર્યું.

આ સમાચાર શેર કરો