મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી: મહિલા સન્માન યોજના પર વિવાદ, LGએ તપાસના આદેશ આપતા કેજરીવાલ ભડક્યા

દિલ્હીમાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આમ આદમી

દિલ્હી: મહિલા સન્માન યોજના પર વિવાદ, LGએ તપાસના આદેશ આપતા કેજરીવાલ ભડક્યા

દિલ્હીમાં ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીએ મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી હતી. પાર્ટીની આ યોજના વિવાદમાં છે. આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે રજિસ્ટ્રેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. હવે ઉપરાજ્યપાલે આ યોજનાને લઇને તપાસના આદેશ આપ્યા છે. LGએ તપાસના આદેશ આપતા કેજરીવાલ ભડક્યા છે.

કેજરીવાલે શું કહ્યું?

દિલ્હીના ઉપરાજ્યપાલ તરફથી તપાસના આદેશ બાદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ મહિલા સન્માન અને સંજીવની યોજનાથી પરેશાન છે કારણ કે તે દિલ્હીમાં ચૂંટણી હારી રહી છે.

ભાજપ-કોંગ્રેસ મળીને દિલ્હીમાં AAPને રોકવા માંગે છે- કેજરીવાલ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું- ભાજપમાં હિમ્મત નથી માટે તેને કોંગ્રેસના સંદીપ દીક્ષિતને ફરિયાદ નોંધાવવા કહ્યું છે. કોંગ્રેસ અને ભાજપ મળીને દિલ્હીમાં આમ આદમી પાર્ટીને રોકવાનું કામ કરી રહી છે પરંતુ તેમને સફળતા નહીં મળે. કેજરીવાલે કહ્યું, 'તમે મહિલા સન્માન યોજના, સંજીવની યોજના માટે રજિસ્ટ્રેશન કરાવડાવો. ચૂંટણી જીત્યા બાદ અમે આ બન્ને યોજનાઓને લાગુ કરીશું.'

ઉપરાજ્યપાલે પૂછ્યુ કે દિલ્હીમાં મહિલા સન્માન યોજનાને લઇને જે રજિસ્ટ્રેશનનું કામ થઇ રહ્યું છે તે ક્યા નિયમના આધારે થઇ રહ્યું છે. આ વાતને લઇને દિલ્હીના ઉપરાજ્યપાલે તપાસના આદેશ આપ્યા છે. આ કામ માટે ડિવિઝનલ કમિશનરને તપાસની જવાબદારી સોપવામાં આવી છે.

ભાજપે ચૂંટણી પહેલા જ માની હાર-AAP

યોજનાની તપાસના આદેશ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. AAPએ કહ્યું કે ભાજપ દિલ્હીમાં મહિલા સન્માન યોજનાને રોકવા માંગે છે. તે મહિલાઓનું સન્માન નથી કરતી. આ રીતના નિર્ણયથી લાગી રહ્યું છે કે ભાજપે દિલ્હી ચૂંટણી પહેલા જ હાર માની લીધી છે. કારણ કે દિલ્હીમાં મહિલા સન્માન યોજનાને મહિલાઓનું પુરૂ સમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધી 22 લાખ કરતા વધુ રજિસ્ટ્રેશન થઇ ગયા છે.

આ પણ વાંચો: દિલ્હી વિધાનસભામાં NCP પણ લડશે ચૂંટણી, અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા

આ યોજનાને લઇને શું છે AAPનો દાવો?

આમ આદમી પાર્ટી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આ યોજના હેઠળ 18 વર્ષથી ઉપરની પાત્ર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. જો 2025 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીત મળે છે તો આ રકમ 1000થી વધારીને 2100 કરી દેવામાં આવશે.

આ સમાચાર શેર કરો