મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભામાં NCP પણ લડશે ચૂંટણી, અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં NCP પણ મેદાનમાં ઉતરી છે. અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ

દિલ્હી વિધાનસભામાં NCP પણ લડશે ચૂંટણી, અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં NCP પણ મેદાનમાં ઉતરી છે. અજિત પવારની પાર્ટીએ 11 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ પહેલા રાજ્યસભા સાંસદ પ્રફુલ પટેલે સંકેત આપ્યા હતા કે NCP દિલ્હી વિધાનસભા ચૂંટણી લડશે. તે તેના માટે NDA સાથે પણ વાત કરશે.

NCPએ  પ્રથમ યાદી જાહેર કરી

પાર્ટીની પ્રથમ યાદીમાં બુરાડીથી રતન ત્યાગી, ચાંદની ચૌકથી ખાલિદ ઉર રહમાન, બલ્લી મારનથી મોહમ્મદ હારૂન અને ઓખલાથી ઇમરાન સૈફીને મેદાનમાં ઉતાર્યા છે. છત્તરપુરથી નરેન્દ્ર તંવર, લક્ષ્મીનગરથી નમહા, ગોકુલપુરીથી જગદીશ ભગત, મંગોલપુરીથી ખેમચંદ, સીમાપુરીથી રાજેશ લોહિયા અને સંગમ વિહારથી કમર અહમદને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ NCPની પ્રથમ યાદીમાં બાદલીથી પાર્ટીના મુલાયમસિંહ કોંગ્રેસના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવને ટક્કર આપશે.

આ પણ વાંચો: 'બાબાના નિધન પર શોકસભા પણ નહીં...', કોંગ્રેસ હાઈકમાન્ડ પર નારાજ થઈ પ્રણવ મુખર્જીની પુત્રી
 
દિલ્હી વિધાનસભા ચૂંટણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાઇ શકે છે. સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે અત્યાર સુધી 47 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.

આ સમાચાર શેર કરો