પંજાબમાં કાયદો-વ્યવસ્થા પડી ભાંગી? માનસામાં ડ્રગ્સ વિરોધી કાર્યકર્તાની જાહેરમાં હત્યા પર ભડકી BJP
પંજાબના માનસા જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ સક્રિયપણે અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તા પરમિન્દર ઝોટાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પંજાબના માનસા જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ સક્રિયપણે અભિયાન ચલાવી રહેલા કાર્યકર્તા પરમિન્દર ઝોટાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવતાં સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી હત્યાકાંડ બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.
પંજાબ ભાજપના પ્રમુખ કેવલ સિંહ ઢિલ્લોને આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "આજે મને અત્યંત દુઃખ થઈ રહ્યું છે કે માનસામાં નશાની બદી નાથવા માટે સખત મહેનત કરી રહેલા પરમિન્દર ઝોટાની જાહેરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી. આ ઘટનાની જેટલી પણ નિંદા કરીએ તેટલી ઓછી છે."
રાજ્ય સરકાર પર સીધો નિશાન સાધતાં તેમણે ઉમેર્યું હતું કે, "આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ એક મજાક બની ગઈ છે. આ સરકારને સત્તામાં રહેવાનો હવે કોઈ અધિકાર નથી. મુખ્યમંત્રીએ તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. આજે પંજાબમાં સંપૂર્ણપણે ‘જંગલરાજ’ ચાલી રહ્યું છે."






