Maharashtraના મંત્રીઓના ફોન ટેપ થતા હોવાનો દાવો, શરદ પવાર જૂથે જાસૂસીના ડરથી ફોન સ્વિચ ઓફ કર્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત હનીટ્રેપ અને જાસૂસીનો મુદ્દો છવાયેલો છે. શરદ પવારની NCPના

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત હનીટ્રેપ અને જાસૂસીનો મુદ્દો છવાયેલો છે. શરદ પવારની NCPના ધારાસભ્ય રોહિત પવારે મોટો દાવો કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારના કેટલાક મંત્રીઓએ જાસૂસીના ડરથી પોતાના ફોન જ બંધ કરી દીધા છે, તેમને ડર છે કે તેમના ફોન ટેપ થઇ રહ્યાં છે. આ ઘટનાનો જવાબ આપતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે પુરાવા માંગ્યા છે.
મહારાષ્ટ્રમાં નેતાઓના ફોન ટેપ થતા હોવાનો દાવો
મહારાષ્ટ્ર NCPના ધારાસભ્ય રોહિત પવારે X પર પોસ્ટ કરતા કહ્યું, "કેટલાક મંત્રીઓના ફોન નંબર નોટ રિચેબલ છે. એવી અફવા છે કે તેમને ટેપના ડરથી પોતાના ફોન બંધ કરી દીધા છે. આગામી દિવસોમાં જણાવીશું કે આ સત્ય છે કે એક અફવા." કરજત જામખેડના બીજી વખત ધારાસભ્ય બનેલા રોહિત પવારે શરદ પવારના નેતૃત્ત્વ ધરાવતી NCPના મહાસચિવ છે.
અજીત પવારનો પલટવાર
અજીત પવારે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "તમામને આરોપ લગાવવાનો અધિકાર છે પરંતુ આમ કરતા સમયે તેમને આરોપ સાબિત કરવા માટે પુરાવા પણ આપવા જોઇએ."
શિવસેના (UBT)એ મંત્રીમંડળમાં ફેરબદલનો કર્યો દાવો
ફોન ટેપિંગના આરોપ શિવસેના (UBT)ના આ દાવા વચ્ચે સામે આવ્યું કે મંત્રી મંડળમાં ફેરબદલ થવાનો છે અને પાંચથી છ મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે જેમાંથી મોટાભાગના એકનાથ શિંદેની શિવસેનાના છે.








