મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કેટલાકને જેલમાં મોકલી દો....', પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતો પર CJI ભડક્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પરાળી સળગાવવા બદલ આકરૂ વલણ દર્શાવતાં સૂચન કર્યું છે કે, વારંવાર નિયમોનો ભંગ ક

'કેટલાકને જેલમાં મોકલી દો....', પરાળી સળગાવવા મુદ્દે ખેડૂતો પર CJI ભડક્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પરાળી સળગાવવા બદલ આકરૂ વલણ દર્શાવતાં સૂચન કર્યું છે કે, વારંવાર નિયમોનો ભંગ કરતાં ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ, પરાળી સળગાવતાં અમુક લોકોને જેલભેગા કરવામાં આવે તો તે અન્ય માટે ઉદાહરણરૂપ બનશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચને પણ ત્રણ મહિનાની અંદર તમામ ત્રુટીઓ દૂર કરવા નિર્દેશ આપ્યો છે. 

દિલ્હી-એનસીઆરમાં દરવર્ષે ઓક્ટોબરમાં થતાં વાયુ પ્રદુષણ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતાં દેશના સીજેઆઈ જસ્ટિસ બીઆર ગવઈએ આજે 17 સપ્ટેમ્બરના રોજ આદેશ આપ્યો કે, પરાળી સળગાવતાં અમુક ખેડૂતો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચને વાયુ પ્રદુષણ અટકાવવાના ઉપાયો દર્શાવતો રિપોર્ટ રજૂ કરવા ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. વધુમાં વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન પંચ અને રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને વાયુ પ્રદુષણ અટકાવવા માટે વિચાર-વિમર્શ કરી યોજનાઓ ઘડવા સૂચન કર્યું છે. 
 
પરાળીનો ઉપયોગ ઈંધણ બનાવવા થઈ શકે?

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ મામલે સવાલ પૂછ્યો હતો કે, અધિકારી આ મુદ્દો ઉકેલવા માટે દંડનીય જોગવાઈઓ પર વિચારણા કેમ કરી રહ્યા નથી. જો અમુક લોકોને જેલભેગા કરવામાં આવે તો તેનાથી સાચો સંદેશ મળશે. તમે ખેડૂતો માટે દંડનીય જોગવાઈના અમલ વિશે કેમ વિચારી રહ્યા નથી. પર્યાવરણની રક્ષા કરવા માગતા હોવ તો તમે પીછેહટ કેમ કરી રહ્યા છો? ખેડૂત અમારા માટે ખાસ છે. આપણે તેમના લીધે જ ભોજન આરોગી રહ્યા છે. પરંતુ તેનો અર્થ એ નથી કે, આપણે પર્યાવરણની રક્ષા કરવી જોઈએ નહીં. શું આ સળગાવવામાં આવતી પરાળીનો ઉપયોગ ઈંધણ બનાવવા માટે થઈ શકે?  મેં અમુક અખબારોમાં તેના વિશે વાંચ્યું હતું.

ઓક્ટોબર-નવેમ્બરમાં દિલ્હીની હવા ઝેરીલી 

ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં પરાળી સળગાવવામાં આવતી હોવાથી તે સમયે દિલ્હીની હવા ઝેરી બને છે. તે સમયે દિલ્હીમાં વાયુ પ્રદુષણનું સ્તર જોખમી સ્તરે પહોંચે છે. ખેડૂતોને ખેતરમાંથી પરાળી દૂર કરવા માટે તેને સળગાવી દે છે. પરાળીને ખેતરમાંથી દૂર કરવા માટે ખેતરોમાં વિશેષ મશીનોનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ખેડૂતોનો તર્ક છે કે, આ વિકલ્પ અત્યંત મોંઘો છે. આથી તેઓ પરાળીને આગ ચાંપી દે છે.  દરવર્ષે પરાળીના લીધે હવામાં ચારેબાજુ ધુમાડાની સ્થિતિ સર્જાય છે. વાયુ પ્રદુષણ અનેકગણુ વધી જાય છે.

આ સમાચાર શેર કરો