મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

EDની ઓફિસ બહાર CISFના જવાનો તૈનાત થશે, વધતા હુમલા બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલાની સતત વધી રહેલી ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે સેન્ટ્ર

EDની ઓફિસ બહાર CISFના જવાનો તૈનાત થશે, વધતા હુમલા બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલાની સતત વધી રહેલી ઘટનાઓ બાદ ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનોને ઘણા શહેરોમાં ED ઓફિસની બહાર તૈનાત કરવામાં આવશે. 

ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે EDની સતત વધી રહેલી ગતિવિધિ અને અને અધિકારીઓ પર હુમલાની ઘટનાઓ બાદ ઈડીની ઓફિસ બહાર સીઆઈએસએફના જવાન તૈનાત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ED ઓફિસ અને તેના અધિકારીઓ પર વધી રહેલા ખતરાને જોતા અને IBના ધમકીના રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે  ED અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં કોલકાતા, રાંચી, રાયપુર, જયપુર, જલંધર, કોચી અને મુંબઈ ઓફિસની બહાર CISF તૈનાત કરવામાં આવી શકે છે.

સીઆઈએસએફના જવાનો એરપોર્ટ, મેટ્રોથી લઈને ઘણી મોટી કંપનીઓની બહાર તૈનાત હોય છે. આ સિવાય ઘણા VVIPને પણ સુરક્ષા આપે છે. જેમાં મુકેશ અંબાણી સહિત ઘણા મોટા ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.

CISFની સ્થાપના 1969માં કરવામાં આવી હતી

CISFએ કેન્દ્રીય સુરક્ષા દળ છે. તેનું પૂરું નામ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે. તેની સ્થાપના વર્ષ 1969માં કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી ઉદ્યોગોને સુરક્ષા આપવાનો છે. CISF એક સુરક્ષા દળ છે જે સીધું ગૃહ મંત્રાલય સાથે જોડાયેલું છે. તે સંસદથી લઈને દેશની તમામ મોટી સંસ્થાઓને સુરક્ષા આપી શકે છે.

આ સમાચાર શેર કરો