મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, 14 લોકોને આપી ટિકિટ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે JDU-ભાજપ પછી હવે ચિરાગ પાસવાનની પાર્ટીએ પોતાના ઉમેદવ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાને જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી, 14 લોકોને આપી ટિકિટ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે JDU-ભાજપ પછી હવે ચિરાગ પાસવાનની પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 14 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

LJPએ આ બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા

ચિરાગ પાસવાનની પાર્ટીએ બિહારની પૂર્વી ચમ્પારણની ગોવિન્દગંજ, સહરસાની સિમરી બખ્તિયારપુર, સિવાનની દરૌલી (SC), સારણની ગરખા (SC), બેગૂસરાયની બખરી (SC), ખગડિયાની પરબત્તા, ભાગલપુરની નાથનગર, પટણાની પાલીગંજ, બક્સર બ્રહ્મપુર, રોહતાસની ડેહરી, કટિયાર બલરામપુર, જહાનાબાદ મખદુમપુર, ઓરંગાબાદની ઓબરા બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે.

સીટ વહેંચણીને લઇને ચિરાગ પાસવાનથી નીતિશ કુમાર નારાજ

JDUએ 57 બેઠકો પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી જેમાંથી પાંચ બેઠક એવી છે જેના વિશે માનવામાં આવે છે કે ચિરાગ પાસવાનના કોટામાં જ રહેશે. LJPને કૂલ 29 બેઠક મળી છે જેમાં મોરવા, ગાયઘાટ, રાજગીર, સોનબરસા અને એકમા પણ હતી જેના પર JDUએ પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે. 

JDUએ નારાજગી ત્યારે દર્શાવી જ્યારે ચિરાગ પાસવાનને 22 બેઠક આપવાની વાત હતી તો તેમણે 29 બેઠક કેવી રીતે મળી ગઇ.

આ સમાચાર શેર કરો