'કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી', સુપ્રીમ કોર્ટે કહ્યું- તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ નથી પહોંચતી
સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને 'મિયાં-તિયાં' અને 'પાકિસ્તાની' કહેવાના આરોપીને રાહત આ

સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને 'મિયાં-તિયાં' અને 'પાકિસ્તાની' કહેવાના આરોપીને રાહત આપી છે. કોર્ટે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં નોંધાયેલા કેસને રદ કરી દીધો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે આ રીતની વાતોને અસભ્ય કહી છે પરંતુ તેને કારણે કેસ ચલાવવો યોગ્ય ના હોવાનું માન્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 'એમાં કોઈ શંકા નથી કે કોઈને મિયાં-તિયાં અથવા પાકિસ્તાની કહીને તેનું અપમાન કરવું અસંસ્કારી છે, પરંતુ તે કલમ 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કંઈક બોલવું)ની શ્રેણીમાં આવશે નહીં. જે કેસમાં ઝારખંડના બોકારોના રહેવાસી અરજદારને રાહત મળી છે, તે કેસ 2020માં એક મુસ્લિમ સરકારી કર્મચારી દ્વારા નોંધવામાં આવ્યો હતો.
સરકારી મુસ્લિમ કર્મચારીએ નોંધાવી હતી ફરિયાદ
બોકારો સેક્ટર 4 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ FIR, ચાસની સબ-ડિવિઝનલ ઑફિસમાં ઉર્દૂ અનુવાદક અને કારકુન તરીકે કામ કરતા કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી હતી. કર્મચારીએ કહ્યું હતું કે તે અધિક કલેક્ટરના આદેશ પર આરટીઆઈ અરજીનો જવાબ વ્યક્તિગત રીતે આપવા ગયો હતો. આરોપીએ ઘણી ચર્ચા બાદ દસ્તાવેજો સ્વીકાર્યા હતા. તે દરમિયાન તેણે ધર્મ આધારિત ટીપ્પણી કરીને તેનું અપમાન કર્યું અને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો.
ઝારખંડ હાઇકોર્ટના ચુકાદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો આરોપી
આ કિસ્સામાં, પોલીસે IPC કલમ 353 (બળનો ઉપયોગ કરીને સરકારી કર્મચારીને કામ કરતા અટકાવવા), 504 (શાંતિમાં ખલેલ પહોંચાડવાના ઈરાદાથી કોઈનું અપમાન કરવું) અને 298 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી કંઈક કહેવું)નો ઉપયોગ કર્યો હતો. આશરે 80 વર્ષના આરોપીને બોકારોની નીચલી કોર્ટથી ઝારખંડ હાઈકોર્ટ સુધી રાહત મળી નથી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં બળપ્રયોગ કે શાંતિ ભંગનો કોઈ ઉપયોગ નથી. જ્યાં સુધી 'મિયાં-તિયાં' કહીને અપમાનની વાત છે, તેના આધારે પણ કલમ 298 લગાવવી યોગ્ય નથી.








