મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગુજરાતના 35 મુસાફરો ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી, કેદારનાથ જવા નીકળ્યા હતા શ્રદ્ધાળુ

ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી રોડ પર ગુજરાતના 35 મુસાફરો ભરેલી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો

ગુજરાતના 35 મુસાફરો ભરેલી બસ ઉત્તરાખંડમાં પલટી, કેદારનાથ જવા નીકળ્યા હતા શ્રદ્ધાળુ

ઉત્તરાખંડના ટિહરી-ઘંસાલી રોડ પર ગુજરાતના 35 મુસાફરો ભરેલી બસ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટિપરી નજીક થયો હતો જ્યાં અચાનક બસ રસ્તા પર પલટી ગઇ હતી. 

ઉત્તરાખંડમાં ગુજરાતીઓને નડ્યો અકસ્માત

ઉત્તરાખંડના નવા ટિહરી-ઘંસાલી મોટર રોડ પર ટિપરીથી લગભગ 1.5 કિમી આગળ એક બસે કાબુ ગુમાવતા રસ્તા પર પલટી ગઇ હતી. બસમાં લગભગ 35 મુસાફરો હતા. આ અકસ્માતમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ત્રણ લોકોને ગંભીર ઇજા થઇ છે.  ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાાં આવ્યા છે.

આ ઘટનામાં 15 મુસાફરોને નાની મોટી ઇજા થઇ છે. મળતી માહિતી અનુસાર આ તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી છે. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને રાહતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કર્યુ ટ્વીટ

આ સમાચાર શેર કરો