મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

વારાણસીમાં પદ્મશ્રી પૂર્વ હૉકી ખેલાડીના ઘર પર ચાલ્યુ બુલડોઝર, જાણો યોગી સરકારે કેમ કરી કાર્યવાહી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં, પોલીસ લાઇનથી કોર્ટ સુધીના રસ્તાને પહોળો કરવા દરમિયાન

વારાણસીમાં પદ્મશ્રી પૂર્વ હૉકી ખેલાડીના ઘર પર ચાલ્યુ બુલડોઝર, જાણો યોગી સરકારે કેમ કરી કાર્યવાહી

ઉત્તર પ્રદેશના વારાણસીમાં, પોલીસ લાઇનથી કોર્ટ સુધીના રસ્તાને પહોળો કરવા દરમિયાન બુલડોઝરનો ઉપયોગ કરીને કુલ 13 ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘરોમાં ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને પદ્મશ્રી હોકી ખેલાડી સ્વર્ગસ્થ મોહમ્મદ શાહિદનું ઘર પણ શામેલ હતું. આ કાર્યવાહી રસ્તો પહોળો કરવા માટે કરવામાં આવી હતી. શાહિદના પરિવારે પોલીસ અને વહીવટીતંત્ર સાથે દલીલ કરી હતી, કાર્યવાહી રોકવાની માંગ કરી હતી, પરંતુ તેમની એક પણ વાત સાંભળવામાં આવી નહતી અને ઘર તોડી પાડવામાં આવ્યું હતું.

ઓલિમ્પિયનના પરિવારજનોએ પોલીસ સાથે કરી ચર્ચા

વહીવટીતંત્રનું કહેવું છે કે મકાનમાં રહેતા 9 સભ્યોમાંથી 6 લોકોએ વળતર લઇ લીધુ હતુ જ્યારે અન્ય સમય માંગતા હતા. બુલડોઝર એક્શનની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વૃદ્ધ મુસ્લિમ પોલીસને કહે છે કે- 'મિશ્રાજી, હું તમારા પગ પકડી રહ્યો છું...બસ આજનો સમય આપી દો, કાલે હટાવી દેજો.' અખિલેશ યાદવે પણ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.

મહત્ત્વપૂર્ણ છે કે મોહમ્મદ શાહિદના પરિવારે તંત્રની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, તેમની ભાભીએ જણાવ્યુ કે તેમને કોઇ વળતર લીધુ નથી અને તેમની પાસે બીજુ મકાન પણ નથી. એવામાં તે બેઘર થઇ જશે.

પહેલા પણ થઇ ચુકી છે કાર્યવાહી

આ પહેલા પણ વારાણસીના આ વિસ્તારમાં રોડ પહોળો કરવા દરમિયાન કેટલાક મકાન તોડવામાં આવ્યા હતા. 59 મકાન તોડવાની કાર્યવાહી ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયાના અનુસાર કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો