મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓની ગંગોત્રીથી ગંગાસાગર સુધીની સફર, ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો આપશે મેસેજ

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓની એક ટીમ ઉત્તરાખંડના ગંગોત્રીથી લઇને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી રાફ્

BSF Rafting Tour: જાંબાઝ મહિલાઓની ગંગોત્રીથી ગંગાસાગર સુધીની સફર, ગંગા સફાઇ અને નારી સશક્તિકરણનો આપશે મેસેજ

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાઓની એક ટીમ ઉત્તરાખંડના ગંગોત્રીથી લઇને પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી રાફ્ટિંગ કરતા લગભગ 2,325 કિલોમીટરની મુસાફરી કરશે.

આ સાહસિક યાત્રા 2 નવેમ્બરથી શરૂ થશે અને 53 દિવસમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યમાં થઇને પ્રસાર થશે અને 24 ડિસેમ્બરે ગંગાસાગરમાં સમાપ્ત થશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ગંગાની સફાઇ પ્રતિ જાગૃતિ ફેલાવવી અને નારી સશક્તિકરણનો મેસેજ આપવાનો છે.

2 નવેમ્બરે આ યાત્રા ગંગોત્રીથી શરૂ થઇને ઉત્તરાખંડના દેવપ્રયાગ પહોંચશે. દેવપ્રયાગ ઘાટ પર BSFના ડિરેક્ટર જનરલ રાજા બાબુ સિંહ આ યાત્રાને લીલી ઝંડી અપાવીને રવાના કરશે. તે બાદ મુસાફરીનો પ્રથમ પડાવ હરિદ્વારમાં હશે, જ્યાં 4 નવેમ્બરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટિલ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી આ કાર્યક્રમમાં હાજર રહેશે. હરિદ્વારના ચંડી ઘાટ પર BSFના બ્રાસ બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવશે. અહીંથી ફરી આગળનો પ્રવાસ શરૂ થશે.

અભિયાનનો શું છે અર્થ?

આ મુસાફરીનો મુખ્ય ઉદ્દેશ્ય ગંગા નદીની પવિત્રતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાનો છે. BSFની આ 60 સભ્યોની ટીમમાં 20 મહિલા રાફ્ટર્સ સામેલ છે જે પોતાના સાહસ અને પ્રતિબદ્ધતાના માધ્યમથી મહિલાઓને પ્રેરિત કરશે. આ અભિયાન ગંગાની સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વને દર્શાવતા સમાજમાં મહિલાઓની ભૂમિકાને પણ ઉજાગર કરશે.

ગંગા સફાઇ અને નારી સશક્તિકરણ પર ફોકસ

મુસાફરી દરમિયાન BSFની આ ટીમ અલગ અલગ સ્થળો પર રોકાશે અને ગંગા કિનારે વસેલા લોકો સાથે ચર્ચા કરશે. ટીમ વિવિધ સ્થળો પર 9 નવેમ્બરે બુલંદશહેર પહોંચશે અને ત્યાંના લોકો સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરશે. આ યાત્રાના માધ્યમથી BSFની ટીમ ગંગા સફાઇ, પર્યાવરણ, સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ પ્રત્યે જાગૃતિ ફેલાવશે.

કેટલાક સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમનું થશે આયોજન

ગંગા આરતી: ગંગાના ધાર્મિક મહત્ત્વને સમ્માનિત કરવા માટે.
 પ્રભાત ફેરી: સ્થાનિક લોકોને જોડવા અને સફાઇ પ્રત્યે જાગૃતિ વધારવા માટે.
ભજન અને સ્વાગત સમારંભ: યાત્રાનું સમર્થન અને ઉત્સાહ વધારવા માટે.

આ પણ વાંચો: આતંકીઓ સાથે મુકાબલામાં ભારતીય સેનાનો જાંબાજ ડોગ 'ફેન્ટમ' થયો શહીદ

24 ડિસેમ્બરે યાત્રા સમાપ્ત થશે

આ અભિયાન 24 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં સમાપ્ત થશે. આ અભિયાનના માધ્યમથી BSFનો ઉદ્દેશ્ય એક સ્વચ્છ અને સમૃદ્ધ ગંગા સાથે સશક્ત ભારતનો મેસેજ આપવાનો છે. ગંગાના પવિત્રતા અને સમાજમાં મહિલાઓની મજબૂત ભૂમિકાને વધારનારા આ અભિયાનથી આ મેસેજ પણ મળે છે કે દેશને સ્વચ્છ અને સશક્ત બનાવવામાં મહિલાઓનું પણ વિશેષ યોગદાન છે.

આ સમાચાર શેર કરો