મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આતંકીઓ સાથે મુકાબલામાં ભારતીય સેનાનો જાંબાજ ડોગ 'ફેન્ટમ' થયો શહીદ

સોમવારે આતંકીઓએ જમ્મુના અખનૂરમાં નિયંત્રણ રેખા પાસે એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો,

આતંકીઓ સાથે મુકાબલામાં ભારતીય સેનાનો જાંબાજ ડોગ 'ફેન્ટમ' થયો શહીદ

સોમવારે આતંકીઓએ જમ્મુના અખનૂરમાં નિયંત્રણ રેખા પાસે એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો, જેમાં ભારતીય સેનાનો બહાદુર કૂતરો ફેન્ટમ શહીદ થયો હતો. આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે લગભગ આઠ કલાક સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. અધિકારીઓનું માનવું છે કે આ હુમલાખોર જૈશ-એ-મોહમ્મદ જૂથનો હતો.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટ કર્યું, જ્યારે અમારા સૈનિકો ફસાયેલા આતંકવાદીઓની નજીક આવી રહ્યા હતા, ત્યારે ફેન્ટમને દુશ્મનના ગોળીબારનો સામનો કરવો પડ્યો. પરિણામે ગંભીર ઇજાઓ થઈ. તેની હિંમત, વફાદારી અને સમર્પણ ક્યારેય ભૂલાશે નહીં. જમ્મુના આ ઓપરેશનમાં એક આતંકવાદી માર્યો ગયો છે અને દારૂગોળો મળી આવ્યો છે.

કૂતરા ફેન્ટમને સલામ

ડોગ ફેન્ટમનો જન્મ 25 મે 2020 ના રોજ થયો હતો. તે બેલ્જિયન માલિનોઈસ જાતિનો હતો, જેને એસોલ્ટ ડોગ તરીકે ખાસ તાલીમ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તેને 12 ઓગસ્ટ, 2022ના રોજ તૈનાત કરવામાં આવ્યો હતો અને તેને મેરઠના આરવીસી સેન્ટરમાંથી જારી કરવામાં આવ્યો હતો. આર્મી ડોગ્સને તૈયાર કરાયો હતો જે દુશ્મનોની જાસૂસી કરી શકતો હતો. ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું કે અમે અમારા સાચા હીરો, ભારતીય સેનાના બહાદુર કૂતરા ફેન્ટમના સર્વોચ્ચ બલિદાનને સલામ કરીએ છીએ.

ઘાટીમાં આતંકવાદી હુમલામાં ઘણો વધારો થયો છે. છેલ્લા બે સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાં આઠ આતંકવાદી હુમલા થયા છે, જેમાં એક ડઝનથી વધુ લોકો માર્યા ગયા છે. 24 ઓક્ટોબરે આતંકીઓએ સેનાની બે ટ્રકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો અને બે લોકો માર્યા ગયા હતા. 20 ઓક્ટોબરે ગાંદરબલ જિલ્લાના સોનમર્ગમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આતંકવાદીઓએ સાત લોકોની હત્યા કરી નાખી હતી. પીડિતોમાં એક ડૉક્ટર અને છ પરપ્રાંતિય મજૂરોનો સમાવેશ થાય છે. આ સિવાય બે દિવસ પહેલા બિહારના અન્ય એક પરપ્રાંતિય મજૂર પર પણ હુમલો થયો હતો.

આ સમાચાર શેર કરો