9મા ધોરણના વિદ્યાર્થીનું ઘાતકી કૃત્ય, લંચ બોક્સમાંથી પિસ્તોલ કાઢી વર્ગખંડમાં જ શિક્ષકને મારી ગોળી
ઉત્તરાખંડના કાશીપુરમાં એક ચોંકાવનારી ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા અને વિદ્યાર્થીઓની

ઘટનાની વિગતો
ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં આવેલી એક શાળામાં આ ઘટના બની. 9મા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય વિદ્યાર્થીએ તેના લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને શાળામાં લાવ્યો હતો. અને શિક્ષકને ગોળી ધરબી દીધી હતી. ગોળી શિક્ષકના જમણા ખભા નીચે વાગી, ત્યારબાદ તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.માહિતી અનુસાર, શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારતા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે ઝઘડો શરૂ થયો. આ પછી, વિદ્યાર્થી ગુસ્સામાં પોતાના લંચ બોક્સમાં છુપાવેલી પિસ્તોલ શાળામાં લાવ્યો અને વર્ગખંડમાં જ શિક્ષકને ગોળી મારી દીધી.
આ સનસનાટીભરી ઘટના બાદ, સમગ્ર જિલ્લામાં શિક્ષકોમાં ગુસ્સો છે. ઉત્તરાખંડના CBSE બોર્ડ સાથે સંકળાયેલા શિક્ષકોએ આ ઘટનાના વિરોધમાં ધરણા અને હડતાળ પર ઉતરી ગયા છે.
કાશીપુર સહિત ઘણી જગ્યાએ આજે શાળાઓ બંધ છે. પોલીસે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે અને પિસ્તોલ કબજે કરી છે અને કેસની તપાસ શરૂ કરી છે. હાલમાં, શિક્ષકની હાલત ગંભીર છે.
ગાઝીપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો
સોમવારે યુપીના ગાઝીપુરથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદે ભયાનક વળાંક લીધો હતો. ઝઘડા દરમિયાન, ધોરણ 9 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થી આદિત્ય વર્મા પર છરી વડે હુમલો કર્યો. આ ઘટનામાં આદિત્યનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે દરમિયાનગીરી કરવા આવેલા અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા.
માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થી ધાતુની પાણીની બોટલમાં છરી છુપાવીને શાળામાં લાવ્યો હતો. તક મળતાં જ તેણે બાથરૂમ પાસે આદિત્ય પર હુમલો કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આદિત્ય વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આરોપીએ તેને નિર્દયતાથી મારી નાખ્યો.
અમદાવાદમાં પણ આવી ઘટના સામે આવી
અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.
પોલીસ તપાસમાં સેવન્થ ડે સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યું છે કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ન હતી. એટલું જ નહીં, પરંતુ ઘટનાસ્થળેથી પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ થયો હતો. વિદ્યાર્થીના લોહીના ડાઘા દૂર કરવા માટે પાણીનું ટેન્કર બોલાવી સફાઈ કરવામાં આવી હતી, જે એક ગંભીર ગુનો ગણી શકાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.








