મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની નાગરિકને BSFએ ગોળી મારી

ભારતના અનેક રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. અવાર નવાર કેટલાક પાકિસ્તાની નાગરિકો ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાન

જમ્મુમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની નાગરિકને BSFએ ગોળી મારી

ભારતના અનેક રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. અવાર નવાર કેટલાક પાકિસ્તાની નાગરિકો ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન વધુ એક પાકિસ્તાની નાગરિકે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, સતર્ક BSFના જવાનોએ તેને ચેતવણી આપતા પગમાં ગોળી મારી હતી.

BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

BSFના જવાનોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર શંકાસ્પદની હરકત જોઇ હતી. એક પાકિસ્તાની નાગરિક સરહદ પાર કરવાનો પ્રયાસ કરતો હતો. સાવચેત જવાનોએ તેને પહેલા ચેતવણી આપી હતી પરંતુ તેને કોઇ ધ્યાન આપ્યું નહતું.ખતરાને જોતા BSFએ તેના પગમાં ગોળી મારી હતી. 

સૂત્રો અનુસાર પકડાયેલો વ્યક્તિ ભરવાડના રૂપમાં ઘૂસણખોરી કરતો હતો. ઘાયલ ઘૂસણખોરને સારવાર માટે મોકલી દેવામાં આવ્યો છે અને તેને BSFની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.

BSF બોર્ડર પર એલર્ટ

BSFએ આ ઘટનાને લઇને પાકિસ્તાની અધિકારીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. 15 ઓગસ્ટ અને ઓપરેશન સિંદૂરના 100 દિવસ પૂર્ણ થવા પર BSFને બોર્ડર પર એલર્ટ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો