હરિયાણામાં વોટ ચોરીના આરોપો પર બ્રાઝિલિયન મૉડલનો ખુલાસો, રાહુલ ગાંધીએ લગાવ્યો હતો આરોપ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં લાખો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં લાખોની સંખ્યામાં ફેક વોટ નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે એક મહિલાની તસવીર બતાવીને બ્રાઝિલની મૉડલ હોવાનો દાવો કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે આ તસવીર મતદાર યાદીમાં 22 વખત આવી છે. આ વચ્ચે મહિલાની ઓળખ થઇ ગઇ છે અને તેને સ્પષ્ટ કર્યું છે કે ભારતની રાજનીતિ સાથે તેનો કોઇ લેવા નથી.
રાહુલ ગાંધીએ જેને હરિયાણાની ફેક વોટર ગણાવી તે બ્રાઝિલિયન મહિલા કોણ છે?
એક રિપોર્ટ અનુસાર, તસવીરમાં જોવા મળતી મહિલાની ઓળખ લારિસા તરીકે થઇ છે. લારિસાએ એક વીડિયો મેસેજ જાહેર કરી સ્પષ્ટતા કરી કે આ તસવીર તેના મૉડલિંગના દિવસોની છે અને સ્ટૉક ફોટો છે.
રિપોર્ટ અનુસાર, મૉડલે કહ્યું, 'ભારતની રાજનીતિ સાથે મારૂ કોઇ લેવા દેવા નથી. એક સ્ટૉક ઇમેજ પ્લેટફોર્મ પરથી મારી તસવીર ખરીદવામાં આવી હતી અને મારી જાણ વગર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હું નથી. હું ક્યારેય ભારત ગઇ જ નથી.હું બ્રાઝિલની એક ડિજિટલ ઇન્ફ્લુએન્સર છું અને હેરડ્રેસર છું અને મને ભારતની જનતા સાથે પ્રેમ છે.'
રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે હરિયાણાની મતદાર યાદીમાં એક જ મહિલાની તસવીર સાથે 22 એન્ટ્રી નોંધાયેલી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, આ તસવીર બ્રાઝિલની મૉડલ મેથિયસ ફરેરો છે. આ તસવીર વોટર લિસ્ટમાં સ્વીટી,સીમા,સરસ્વતી જેવા અલગ અલગ નામથી 22 વખત છપાયેલી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણામાં તે 10 અલગ અલગ બૂથો પર મત નાખે છે અને તેના એક કરતા વધારે નામ છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગત વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં 25 લાખ ફેક મત દ્વારા ચોરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ પર ભાજપ સાથે મિલીભગતનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે માત્ર હરિયાણાની સરકાર અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની ગેરકાયદેસર પદ પર નથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ સરકારમાં ગેરકાયદેસર નથી.








