મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'CM બદલાયા પણ ભ્રષ્ટાચાર કાબુમાં નહીં આવે', આતિશીના મુખ્યમંત્રી બનવા પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા

આતિશીના દિલ્હીના મુખ્યમંત્રી બનવાની જાહેરાત બાદ વિવિધ રાજકીય પક્ષોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી

'CM બદલાયા પણ ભ્રષ્ટાચાર કાબુમાં નહીં આવે', આતિશીના મુખ્યમંત્રી બનવા પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા

આતિશીના દિલ્હીના મુખ્યમંત્રી બનવાની જાહેરાત બાદ વિવિધ રાજકીય પક્ષોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતાએ આતિશીના મુખ્યમંત્રી બનવા પર કહ્યું કે, આતિશી ડમી મુખ્યમંત્રી હશે પણ સ્થિતિ કઇ બદલાવાની નથી.

આતિશીના મુખ્યમંત્રી બનવા પર ભાજપની પ્રતિક્રિયા

આતિશીના મુખ્યમંત્રી બનવા પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ કહ્યું કે,"ડમી CM આતિશી હશે પણ સ્થિતિ કંઇ બદલાવાની નથી.આપણને બધાને ખબર છે ચહેરો આતિશી હશે પણ પડદા પાછળ તમામ ખેલ કેજરીવાલ રચવાના છે. દિલ્હીની સૌથી ભ્રષ્ટ સરકાર ભારતમાં આ જ છે. ભ્રષ્ટાચારનું લોહી લાગી ગયું હોય તે ભ્રષ્ટાચારથી દૂર ના થઇ શકે. ભ્રષ્ટાચાર ચરમ પર રહેશે. વિકાસ કાર્ય દિલ્હીમાં ઠપ્પ છે. લોકો કહે છે કે આતિશી ઇમાનદાર મુખ્યમંત્રી બનશે પણ તેમના ઉપર શિક્ષણ કૌભાંડનો આરોપ લાગેલો છે.CBI તપાસ ચાલી રહી છે. ભાજપે તે કેસ કર્યો છે."

દિલ્હી સરકારના મંત્રી આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવાના સમાચાર પર દિલ્હી ભાજપા અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, "અરવિંદ કેજરીવાલે મજબૂરીમાં બનાવ્યા છે કારણ કે તે ઇચ્છીને પણ પોતાની મરજીના મુખ્યમંત્રી બનાવી નથી શક્યા. મનીષ સિસોદિયાના કહેવા પર આતિશીને તમામ વિભાગ આપવામાં આવ્યા અને મનીષ સિસોદિયાના દબાણમાં જ આતિશીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.હું કહી રહ્યો છું કે ચહેરો બદલાયો છે પરંતુ AAPનો ભ્રષ્ટાચારી ચરિત્ર તે જ છે."

આતિશીના મુખ્યમંત્રી બનવા પર CPI (M)ના નેતા સુભાષિની અલીએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું, "અમને આશા છે કે તે સારૂં કામ કરશે અને દિલ્હીના લોકોને આપેલા વચનો પૂરા કરવાનો પ્રયાસ કરશે."

આ સમાચાર શેર કરો