હેલ્મેટ પહેરીને બસ ચલાવી રહ્યાં છે ડ્રાઇવર, બંગાળમાં ઇન્ટર્ન ડૉક્ટર રેપ-મર્ડર કાંડમાં બીજા દિવસે પણ બબાલ
કોલકાતાના આરજીકર હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસમાં

કોલકાતાના આરજીકર હોસ્પિટલમાં ઇન્ટર્ન ડૉક્ટર સાથે રેપ અને મર્ડર કેસમાં રાજકારણ ગરમાયું છે. આ ઘટનાના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામાની માંગ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે. આ પ્રદર્શનને 'નબન્ના અભિયાન' નામ આપવામાં આવ્યું છે. બુધવારે પણ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું. આ વચ્ચે ભાજપે 12 કલાકનું બંગાળ બંધનું એલાન કર્યું છે. મમતા બેનરજીએ કહ્યું કે બંગાળમાં કોઇ બંધ નથી. સરકારી કર્મચારીઓના ઓફિસ ના પહોચવા પર એક્શન લેવામાં આવશે.
ભાજપના ગુંડા બળજબરી સ્કૂલ બંધ કરાવવા નીકળ્યા- મહુઆ મોઇત્રા
TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે ભાજપના ગુંડા બળજબરી હાઇસ્કૂલ બંધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મોઇત્રાએ કહ્યું કે આવી પાર્ટી પાસે આશા ના રાખો જેમના નેતા પાસે રાજનીતિ વિજ્ઞાનમાં મિસ્ટ્રી ડિગ્રી છે.
બંગાળ બંધની આંશિક અસર
ભાજપના બંગાળ બંધની આંશિક અસર જોવા મળી રહી છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ બસ સેવા પ્રભાવિત થઇ છે. ભાજપના 12 કલાકના બંગાળ બંધ દરમિયાન નોર્થ બંગાલ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NBSTC)ની બસોના ડ્રાઇવર્સ સુરક્ષાને ધ્યાનમાં રાખતા હેલ્મેટ પહેરીને બસ ચલાવી રહ્યાં છે. એક બસ ડ્રાઇવરે જણાવ્યું કે સરકાર તરફથી અમને સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાના આદેશ મળ્યા છે.
હાવડામાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવી રહ્યાં છે બસ ડ્રાઇવર
ભાજપના 12 કલાકના બંગાળ બંધને કારણે હાવડામાં ડ્રાઇવરો હેલ્મેટ પહેરેલા જોવા મળી રહ્યાં છે.








