'દિલ્હીનું નામ બદલો', ભાજપના સાંસદે ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રવીણ ખંડેલવાલે અમિત શાહને પત્ર લખીને દિલ્હીનું નામ બદલી ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કર

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રવીણ ખંડેલવાલે અમિત શાહને પત્ર લખીને દિલ્હીનું નામ બદલી ઇન્દ્રપ્રસ્થ કરવાની માંગ કરી છે. ખંડેલવાલે અમિત શાહને લખેલા પત્રમાં એવી પણ માંગ કરી છે કે જૂની દિલ્હી રેલવે સ્ટેશનનું નામ ઇન્દ્રપ્રસ્થ જંક્શન કરવામાં આવે અને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ ઇન્દ્રપ્રસ્થ એરપોર્ટ કરવામાં આવે.
દિલ્હીનું નામ ઇન્દ્રપ્રસ્થ કરો-ભાજપ સાંસદ
ભાજપના સાંસદે પોતાના પત્રમાં કહ્યું, "દિલ્હીનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે અને તેમાં ભારતીય સભ્યતાની આત્મા અને પાંડવો દ્વારા સ્થાપિત 'ઇન્દ્રપ્રસ્થ' શહેરની જીવંત પરંપરા પણ સમાહિત છે." ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં દિલ્હીનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે. આ માત્ર એક મહાનગર નથી પણ ભારતીય સભ્યતાની આસ્થા, ધર્મ,નીતિ અને લોકકલ્યાણની પરંપરાનું કેન્દ્ર રહી છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાભારત કાળમાં આ વિસ્તાર પાંડવોએ વસાવ્યું હતું અને પોતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થ બનાવી હતી, એક સમૃદ્ધ,સુવ્યવસ્થિત અને નીતિ-આધારિત શાસનની પ્રતિક નગરી."
ભાજપ સાંસદની માંગ
ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું, "આ આગ્રહથી દિલ્હીને ઐતિહાસિક ન્યાય મળશે અને તેની વાસ્તવિક ઓળખ ઇન્દ્રપ્રસ્થના રૂપમાં પુન:સ્થાપિત થશે. સાથે જ ભાવિ પેઢીઓને ભારતની ગૌરવશાળી સભ્યતા,સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને નવી દિશા મળશે. આ દિશામાં પગલુ ભરવાથી માત્ર દેશ-વિદેશમાં ભારતની ઐતિહાસિક સાંસ્કૃતિક ઓળખને પુન:પ્રતિષ્ઠા મળશે અને દિલ્હી એક વિશ્વસ્તરીય સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવાસન કેન્દ્રના રૂપમાં વિકસિત થશે."
ભાજપના સાંસદે પોતાના પત્રમાં માંગ કરતા કહ્યું, "મહાભારત કાળ (3000 ઇસા પૂર્વ) પાંડવોએ હસ્તિનાપુરથી રાજધાની સ્થળાંતર કરીને યમુનાના કિનારે "ઇન્દ્રપ્રસ્થ"ની સ્થાપના કરી હતી. મૌર્યથી ગુપ્ત કાલ સુધી, ઇન્દ્રપ્રસ્થ વેપાર,સંસ્કૃતિ અને પ્રશાસનનું મુખ્ય કેન્દ્ર રહ્યું. રાજપૂત કાલ (11મી-12મી સદી) તોમર રાજાઓએ તેને ઢિલ્લક કહ્યું, જેનાથી દિલ્હી નામ વિકસિત થયું. સુલ્તાનત અને મોઘલ કાલ, સિરિ, તુગલકાબાદ, ફિરોઝાબાદ કિલ્લો અને શાહજહાનાબાદ જેવા શહેર વિકસિત થયા, જેના કેન્દ્રમાં તે ભૂમિ હતી જે પ્રાચીન ઇન્દ્રપ્રસ્થ હતી. બ્રિટિશ કાલ (1911), નવી દિલ્હીને પાટનગર બનાવવામાં આવ્યું જે તેની ઐતિહાસિક ભૂમિ પર સ્થિત છે જ્યાં પાંડવોની રાજધાની હતી.








