મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

UP BJP સંગઠનમાં મોટો ફેરફાર: પૂજા પાલ અને નીરજ સિંહ બન્યા પ્રદેશ ઉપપ્રમુખ, જુઓ આખી યાદી

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ સંગઠનમાં મ

UP BJP સંગઠનમાં મોટો ફેરફાર: પૂજા પાલ અને નીરજ સિંહ બન્યા પ્રદેશ ઉપપ્રમુખ, જુઓ આખી યાદી
આ સમાચાર સાંભળો

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પ્રદેશ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ પ્રદેશ સંગઠનની યાદી જાહેર કરી દીધી છે. પંકજ ચૌધરીની ટીમ એટલે કે યુપી ભાજપના સંગઠનમાં 19 ઉપપ્રમુખ (ઉપાધ્યક્ષ) અને 8 મહામંત્રી બનાવવામાં આવ્યા છે. સપા (સમાજવાદી પાર્ટી) થી બગાવત કરીને ભાજપમાં આવેલા ધારાસભ્ય પૂજા પાલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી અને લખનૌના સાંસદ રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે.

આ 19 નેતાઓને બનાવાયા પ્રદેશ ઉપપ્રમુખ

યુપી ભાજપ પ્રદેશ સંગઠનની યાદી મુજબ, 19 પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જેમાં સુરેશ રાણા, સત્યપાલ સૈની, બ્રજ બહાદુર, ડૉ. ધર્મેન્દ્ર સિંહ, મોહિત બેનીવાલ, દેવેશ કોરી, પ્રિયંકા રાવત, દુર્વિજય શાક્ય, રમેશ સિંહ, નીરજ સિંહ, અર્ચના મિશ્રા, પૂજા પાલ, શંકર ગિરી, કામેશ્વર સિંહ, ડૉ. કૃતિકા અગ્રવાલ, સુરેશ મૌર્ય, આલોક ગુપ્તા, રાજેશ યાદવ અને કૃષ્ણ બિહારી રાય સામેલ છે. આમાં ઓબીસી (OBC) વર્ગના ઘણા નેતાઓ સામેલ છે.

આ 8 નેતાઓને સોંપાઈ મહામંત્રીની જવાબદારી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીએ સંગઠનને મજબૂત કરવા માટે 8 અનુભવી નેતાઓને પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે:

૧. રામપ્રતાપ સિંહ ચૌહાણ
૨. ગીતા શાક્ય
૩. અભિજિત મિશ્રા
૪. ઉપેન્દ્ર રાવત
૫. સંજય રાય
૬. શંકર લોધી
૭. દિલીપ પટેલ
૮. રાજેશ ચૌધરી

નવી ટીમમાં 18 પ્રદેશ મંત્રીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમામ જ્ઞાતિઓ અને વર્ગોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. આ યાદીમાં ઓબીસી વર્ગના ચહેરાઓ પ્રમુખ છે. તેમાં સ્થાન પામેલા મુખ્ય નેતાઓ:

વિજય શિવહરે
બસંત ત્યાગી
શિવભૂષણ સિંહ
સહજાનંદ રાય
અંકુર શર્મા
અનિલ યાદવ
અવધેશ શ્રીવાસ્તવ
વિજય રાજભર
પ્રમેન્દ્ર જાંગડા વિશ્વકર્મા

પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીના જણાવ્યા અનુસાર, ભાજપ અધ્યક્ષ નિતિન નબીન સાથે લાંબી ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોના નામ આખરી કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ પંકજ ચૌધરી અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે નવા સંગઠનાત્મક માળખા અંગે દિલ્હી અને લખનૌમાં ઘણી બેઠકો યોજાઈ હતી. ભાજપની આ નવી ટીમ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી યુપી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટી જમીની સ્તરે પોતાના નેટવર્કને લોખંડી બનાવવા માંગે છે. તમામ જ્ઞાતિઓનું સંતુલન જાળવીને વિપક્ષી ગઠબંધનને પછાડવા માટે આ માસ્ટરપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો