મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર, આ નૉકઆઉટ મેચ હવે દિલ્હીમાં નહીં રમાય

દેશની રાજધાની દિલ્હીમાં અમુક જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (A

BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર, આ નૉકઆઉટ મેચ હવે દિલ્હીમાં નહીં રમાય

દેશની રાજધાની દિલ્હીમાં અમુક જગ્યાએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400થી વધુ એટલે કે, ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. આવનારા અમુક દિવસો સુધી દિલ્હીમાં વાયુ ગુણવત્તા ખરાબ રહેવાની સંભાવના છે. ખરાબ હવાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને માસ્ક પહેરવાની ફરજ પડી છે. દિલ્હીમાં વધતા પ્રદૂષણની અસર ક્રિકેટ પર જોવા મળી રહી છે. 

BCCIનો નિર્ણય

BCCIએ ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને મોટો નિર્ણય લીધો છે. BCCIએ અંડર-23 મેન્સ વનડે ટૂર્નામેન્ટની નૉકઆઉટ મેચ હવે દિલ્હીમાં ન કરાવવાનો નિર્ણય લીધો છે. આ મેચને મુંબઈમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.

BCCIએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને કહ્યું કે, 25 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી આ મેચને હોસ્ટ કરવા માટે તૈયાર રહો. ટૂર્નામેન્ટમાં લીગ સ્ટેજની છેલ્લી મેચ 21 નવેમ્બરે વડોદરામાં થશે, ત્યાર બાદ નૉકઆઉટ મેચ થશે. નૉકઆઉટ સ્ટેજમાં 8 ટીમ રમશે અને આખું શેડ્યૂલ જલ્દી જાહેર કરાશે. 

ક્રિકેટ માટે અયોગ્ય વાતાવરણ

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્રએ જણાવ્યું કે, 'અમને આજે BCCI તરફથી ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે, રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધુ હોવાના કારણે એસીએને હવે અન્ડર-23 મેન્સ વનડે ટૂર્નામેન્ટના નૉકઆઉટ મેચની મેજબાની કરી હતી. આ માહોલમાં ક્રિકેટ રમવું સંભવ નહતું.'

કોલકાતામાં કરાવી ટેસ્ટ મેચ

દિલ્હીમાં પ્રદૂષણના કારણે BCCIએ ભારત અને સાઉથ આફ્રિકાની પહેલી ટેસ્ટ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમને બદલે કોલકાતામાં કરાવી હતી. જોકે, ઓક્ટોબરમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાવામાં આવી હતી, પરંતુ આ મેચ પ્રદૂષણ ચરમ સ્તર પર પહોંચે તે પહેલાં આયોજિત કરાઈ હતી. 

અરૂણ જેટલી સ્ટેડિયમમાં થયેલી આ મેચને કોણ ભૂલી શકે છે?

ડિસેમ્બર, 2017માં ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં થયેલી મેચને કોણ ભૂલી શકે છે? આ મેચમાં શ્રીલંકાના ખેલાડીઓ માસ્ક પહેરીને ફિલ્ડીંગ કરવા ઉતર્યા હતા. આ મેચ દરમિયાન AQI લગભગ 400ની આસપાસ પહોંચી ગયું હતું. ત્યારે શ્રીલંકાના બોલક લાહિરૂ ગમાગેને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લગભગ 17 મિનિટ સુધી મેચ રોકી દેવાઇ હતી. સુરંગા લકમલને પણ ઉલ્ટી અને ગભરામણના કારણે મેદાન છોડવું પડ્યું હતું. એક સમયે તો શ્રીલંકા પાસે ફક્ત 10 ખેલાડી જ બચ્યા હતા અને ટીમને રૂમમાં ઓક્સિજન સિલિન્ડર પણ લાવવા પડ્યા હતા.

આ સમાચાર શેર કરો