VIDEO / જ્યાં વર્લ્ડ કપ જીત્યો ત્યાં જ સ્મૃતિ મંધાનાને મળી મોટી સરપ્રાઈઝ, પલાશ મુછલે કર્યું પ્રપોઝ

પ્રખ્યાત સંગીતકાર પલાશ મુછલે વિમેન્સ વર્લ્ડ કપ ફાઈનલના વેન્યુ ડીવાય પાટિલ સ્ટેડિયમ પર લઈ જઈ અને ભારતીય ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું. મંધાના અને પલાશ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સ્મૃતિએ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક રીલ દ્વારા પલાશ સાથેની તેની સગાઈની પુષ્ટિ કરી છે, અને હવે પલાશે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સ્મૃતિને તે જ જગ્યાએ લઈ ગયો જ્યાં ભારતે 2 નવેમ્બરે વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું.
સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું
ભારતીય વિમેન્સ ટીમે આ મહિનાની શરૂઆતમાં સાઉથ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો. સ્મૃતિએ આ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેણે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ODI વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. હવે, સ્મૃતિ અને પલાશના લગ્ન થવા જી રહ્યા છે. બંને 23 નવેમ્બરે લગ્ન કરશે.
પલાશે સ્મૃતિને સરપ્રાઈઝ આપી
પલાશે એક વીડિયો શેર કર્યો જેમાં તે સ્મૃતિને આંખે પાટા બાંધીને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં લાવતો દેખાય છે, અને પછી મેદાન પર પહોંચતા જ તેની આંખે પાટા ઉતારી દે છે. વિડિયો શેર કરતા પલાશે લખ્યું, "તતેણે હા પાડી." જ્યારે સ્મૃતિની આંખે પાટા હટાવવામાં આવ્યા, ત્યારે તેણે જોયું કે પલાશને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરી રહ્યો છે. સ્મૃતિના ચહેરા પર આ સરપ્રાઈઝની ખુશી સ્પષ્ટપણે જોવા મળે છે અને તેણે પલાશનું પ્રપોઝલ સ્વીકાર્યું. થોડા સમય પછી, પલાશ અને મંધાનાના મિત્રો મેદાન પર પહોંચ્યા અને તેઓ બધાએ સાથે મળીને આ ક્ષણનો આનંદ માણ્યો.
લગ્નની તૈયારીઓ પૂરજોશમાં
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલ મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સાત ફેરા લેશે. તેઓ 23 નવેમ્બરે લગ્ન કરશે. લગ્ન અને આફ્ટર-પાર્ટી સાંગલીમાં થશે. મુછલ પરિવારે હજુ સુધી ઈન્દોરમાં રિસેપ્શનનું આયોજન કરવાની યોજના નથી બનાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પલાશ અને સ્મૃતિ મુંબઈમાં લગ્ન પછી એક પાર્ટીનું આયોજન કરી શકે છે, જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ અને ક્રિકેટર્સ હાજરી આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્મૃતિને પત્ર લખીને લગ્ન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

