Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mitchell Starc became first bowler to achieve this feat in the Ashes

AUS vs ENG / મિચેલ સ્ટાર્કે હાંસલ કરી મોટી સિદ્ધિ, એશિઝમાં આ કારનામું કરનાર પહેલો બોલર બન્યો

Timeછેલ્લું અપડેટ : 21 Nov 2025
લાઇવ ટીવીGoogle News
AUS vs ENG / મિચેલ સ્ટાર્કે હાંસલ કરી મોટી સિદ્ધિ, એશિઝમાં આ કારનામું કરનાર પહેલો બોલર બન્યો
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 2025-26 એશિઝની પહેલી મેચ પર્થ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે નિર્ણય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઝડપથી ખોટો સાબિત કર્યો. મિચેલ સ્ટાર્કે પર્થ ટેસ્ટના પહેલા દિવસના પહેલા સેશનમાં બોલથી ભારે તબાહી મચાવી દીધી, તેણે પોતાની પહેલી જ ઓવરમાં જેક ક્રોલીની વિકેટ લીધી. સ્ટાર્કે એશિઝ ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પણ હાંસલ કરી.

App Store

આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ડાબોડી ફાસ્ટ બોલર બન્યો

મિચેલ સ્ટાર્કે પર્થ ટેસ્ટમાં પોતાની પહેલી જ ઓવરમાં જેક ક્રોલીને શૂન્ય પર આઉટ કર્યો અને પછી બેન ડકેટને પણ આઉટ કર્યો. જ્યારે સ્ટાર્કે ઈંગ્લેન્ડના સૌથી મહત્ત્વપૂર્ણ ખેલાડી જો રૂટને પણ શૂન્ય પર આઉટ કર્યો, આ સાથે તેણે એશિઝના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. મિચેલ સ્ટાર્કે એશિઝના ઈતિહાસમાં વિકેટની સદી જ પૂર્ણ નથી કરી, પરંતુ એશિઝમાં 100 વિકેટ લેનાર પ્રથમ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર પણ બન્યો છે. સ્ટાર્ક એશિઝમાં 100 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાનો માત્ર 13મો બોલર છે અને બંને ટીમો તરફથી સંયુક્ત રીતે 21મો બોલર છે. સ્ટાર્કે અત્યાર સુધી 23 એશિઝ ટેસ્ટ મેચ રમી છે, જેમાં 26.72ની એવરેજથી તેની 100 વિકેટ પૂર્ણ કરી છે.

14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં પહેલીવાર કર્યું આ કામ

મિચેલ સ્ટાર્કે પર્થ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામેની પહેલી ઈનિંગમાં 12.5 ઓવરમાં 58 રન આપીને 7 વિકેટ લીધી હતી. 2011માં ટેસ્ટ ડેબ્યુ કરનાર મિચેલ સ્ટાર્કની 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં આ પહેલીવાર બન્યું, જ્યારે તેણે મેચની એક ઈનિંગમાં 7 વિકેટ લીધી હોય. તેનો અગાઉનો બેસ્ટ રેકોર્ડ 9 રન આપીને 6 વિકેટનો હતો. આ 17મી વખત છે જ્યારે મિચેલ સ્ટાર્કે ટેસ્ટમાં 5કે તેથી વધુ વિકેટ લીધી છે. આ પાંચમી વાર છે જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે 5 કે તેથી વધુ વિકેટ લીધી છે.

WTCમાં આ સંદર્ભમાં ત્રીજો બોલર બની શકે છે

ઓસ્ટ્રેલિયન ટીમ પર્થ ટેસ્ટમાં તેના બે સૌથી અનુભવી ફાસ્ટ બોલર્સ પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ વિના ઈંગ્લેન્ડ સામે રમી રહી છે, જેમાં સ્ટાર્કે બોલિંગ એટેકનું નેતૃત્વ કર્યું છે, આ જવાબદારી તેણે અત્યાર સુધી પ્રશંસનીય રીતે નિભાવી છે. સ્ટાર્ક પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કરવાની તક પણ છે, જેમાં તે 200 વિકેટ મેળવવાથી માત્ર 4 વિકેટ દૂર છે. સ્ટાર્ક 200 વિકેટ લેનાર ફક્ત ત્રીજો ખેલાડી બનશે, તેના પહેલા તેના દેશબંધુ નાથન લિયોન અને પેટ કમિન્સ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.