દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા આતિશી, આ પાંચ નેતા પણ બન્યા મંત્રી
આતિશી માર્લોના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. LG વીકે સક્સેનાએ આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.&nbs

આતિશી માર્લોના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. LG વીકે સક્સેનાએ આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આતિશીની સાથે ગોપાલ રાય સહિતના પાંચ નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે.
કેજરીવાલને મળવા પહોંચ્યા આતિશી
મુખ્યમંત્રી પદે શપથ પહેલા આતિશી અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા.
આ ચાર નેતા પણ બન્યા મંત્રી
સૌરભ ભારદ્વાજ
ગોપાલ રાય
ઇમરાન હુસેન
કૈલાશ ગહેલોત
મુકેશ અહલાવત
દિલ્હીમાં ગોપાલ રાય, કૈલાશ ગહેલોત, સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસેન કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. મુકેશ અહલાવતે પણ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા દિલ્હીને એક નવો કેબિનેટ મંત્રી મળશે. મુકેશ અહલાવત સુલ્તાનપુરીના ધારાસભ્ય છે. મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી સહિત છ મંત્રી હોય છે. અત્યારે પાંચ મંત્રી મુખ્યમંત્રી સાથે શપથ લેશે. એક મંત્રીની જગ્યા ખાલી છે જે આતિશીની જગ્યા પર બનશે.
દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી
આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. આ પહેલા ભાજપના સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના શિલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી બની ચુક્યા છે.








