હરિયાણામાં ભાજપને મોટો ઝટકો, અશોક તંવર કોંગ્રેસમાં સામેલ;એક જ વર્ષમાં બદલી ત્રણ પાર્ટી
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢના ગામ

હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવર મહેન્દ્રગઢના ગામ બવાનિયામાં કોંગ્રેસમાં સામેલ થયા છે. રાહુલ ગાંધીએ અશોક તંવરનેપાર્ટીનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. અશોક તંવરે 5 ઓક્ટોબર 2019માં કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તે બાદ તે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.
તે AAP હરિયાણા ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ હતા અને પછી તેમને આપ પણ છોડી દીધી હતી. AAPના રાજીનામા પાછળનું કારણ કોંગ્રેસ-આપના ગઠબંધનને ગણાવ્યું હતું. તે બાદ જાન્યુઆરી 2024માં અશોક તંવર ભાજપમાં સામેલ થયા હતા. ભાજપે લોકસભા ચૂંટણીમાં સિરસાથી ટિકિટ આપી હતી. જોકે, તે ચૂંટણી હારી ગયા હતા.
રાહુલ ગાંધીની નજીકના લોકોમાં થાય છે ગણના
અશોક તંવર વર્ષ 2022માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPમાં સામેલ થયા હતા. આ પહેલા તે તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં હતા. TMC પહેલા તે કોંગ્રેસમાં હતા. એક સમયે અશોક તંવરની ગણના રાહુલ ગાંધીની નજીકના લોકોમાં થતી હતી. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી 2014માં હરિયાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. કોંગ્રેસમાં તે રાષ્ટ્રીય સચિવ અને યૂથ કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુક્યા છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વચ્ચે વિવાદ બાદ 2019માં વિધાનસભા ચૂંટણી પહેલા અશોક તંવરે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું. તે વર્ષ 2009થી 2014 સુધી સિરસાના સાંસદ પણ રહી ચુક્યા છે.








