મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આ વર્ષે 4,300 કરોડપતિ છોડી શકે છે ભારત! આ છે સૌથી મોટું કારણ

ભારતમાંથી આ વર્ષે 4300 કરોડપતિ અન્ય દેશોમાં સ્થળાંતર કરી શકે છે. ગતવર્ષે 2023માં 5100 કરોડપત

આ વર્ષે 4,300 કરોડપતિ છોડી શકે છે ભારત! આ છે સૌથી મોટું કારણ

ભારતમાંથી આ વર્ષે 4300 કરોડપતિ અન્ય દેશોમાં સ્થળાંતર કરી શકે છે. ગતવર્ષે 2023માં 5100 કરોડપતિએ ભારત છોડ્યું હતું. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ, અને સામાજિક ભેદભાવના કારણે લોકો ભારત છોડી રહ્યા હોવાનું ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ માઈગ્રેશન એડવાઈઝરી ફર્મ હેન્લેના રિપોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું છે.

હેન્લે પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2024 અનુસાર, ભારતીય શ્રીમંતો દ્વારા થતાં સ્થળાંતર માટે સૌથી લોકપ્રિય સ્થળ યુએઈ રહ્યું છે. યુએઈમાં 2024માં 6700 ભારતીય ધનિકો શિફ્ટ થયા હતા. ઝીરો ઈનકમ ટેક્સ પોલિસી, ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, લકઝરી લાઈફ સ્ટાઈલ, અને સ્ટ્રેટેજિક લોકેશનના કારણે યુએઈ પહેલી પસંદ છે.

ભારતીય શ્રીમંતોનું પોર્ટુગલ તરફ પ્રયાણ

ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા રહેઠાણ અને નાગરિકતા આપનાર પોર્ટુગલ પણ ભારતીય શ્રીમંતો માટે શિફ્ટિંગ કરવાનું બીજુ લોકપ્રિય સ્થળ બન્યું છે. પોર્ટુગલનો ગોલ્ડન રેસિડન્સ પરમિટ પ્રોગ્રામ, ગ્રીસનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ, સ્પેનનો રેસિડેન્સ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અને માલ્ટાની સિટિઝનશિપ બાય નેચરલાઇઝેશન ફોર એક્સ્પેશ્નલ સર્વિસીસ ફોર ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો લાભ લેતાં ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. કેરેબિયનમાં ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા એન્ટિગુઆ અને બરમુડાનો સિટિઝનશીપ અને ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ દ્વારા ગ્રેનાડાની નાગરિકતા સમૃદ્ધ ભારતીયો અને તેમના પરિવારોને આકર્ષે છે.

આ વર્ષે વિશ્વભરમાંથી 1.28 લાખ ધનિકો સ્થળાંતર કરશે

હેન્લે એન્ડ પાર્ટનર્સના પ્રાઈવેટ ક્લાયન્ટન્સના ગ્રુપ હેડ ડોમિનિક વોલેકે જણાવ્યું હતું કે, આ વર્ષે વિશ્વભરમાંથી 1.28 લાખ કરોડપતિઓ સ્થળાંતર કરશે. ગતવર્ષે આ આંકડો 1.20 લાખ હતો. આ સ્થળાંતર ગ્લોબલ લેન્ડસ્કેપમાં ગહન પરિવર્તનનો સંકેત આપે છે. અમેરિકા, સિંગાપોર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોના ધનિકો પણ સ્થળાંતરિત કરી રહ્યા છે.

શા માટે લોકો ભારત છોડી રહ્યા છે?

ભારતમાંથી શ્રીમંતો દ્વારા સ્થળાંતર કરવા પાછળના પરિબળોમાં શ્રેષ્ઠ જીવનશૈલી, સુરક્ષિત માહોલ અને પ્રીમિયમ હેલ્થ ફેસિલિટી, શિક્ષણ સેવાઓની ઍક્સેસ સામેલ છે. HNWIsને ભારતમાં સ્થાયી રાખવો એ  દેશ માટે આર્થિક અને રાજકીય સ્થિરતાનો પડકાર બન્યો છે. ચીન, યુકે, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, તાઇવાન, વિયેતનામ અને નાઇજીરીયામાંથી અન્ય નોંધપાત્ર આઉટફ્લોની અપેક્ષા છે. દરેક દેશ અનન્ય પડકારોનો સામનો કરે છે જે તેમની કરોડપતિ સ્થળાંતર પેટર્નને પ્રભાવિત કરે છે.

ફોરેક્સનું વધુ મૂલ્ય પણ આકર્ષિત

કરોડપતિઓનું સ્થળાંતર નોંધપાત્ર આર્થિક અસરો ધરાવે છે. ન્યૂ વર્લ્ડ વેલ્થના રિસર્ચ હેડ એન્ડ્રુ એમોઈલ્સે જણાવ્યું હતું કે, “સ્થળાંતર કરનારા મિલિયોનેર ફોરેક્સ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે કારણ કે જ્યારે તેઓ દેશમાં જાય છે ત્યારે તેઓ તેમના નાણાં તેમની સાથે લાવવાનું વલણ ધરાવે છે. ઉપરાંત, તેમાંથી લગભગ 20% ઉદ્યોગસાહસિકો અને કંપનીના સ્થાપકો છે જેઓ નવા વ્યવસાયો શરૂ કરી શકે છે અને તેથી તેમના નવા દેશમાં સ્થાનિક નોકરીઓનું સર્જન કરી શકે છે.

આ સમાચાર શેર કરો